News of Wednesday, 12th May 2021
પબજી રમવામાં વ્યસ્ત પતિએ ધ્યાન ન દેતા પત્ની ભારતીબેને ઝેર પી લીધુ
મવડી શ્રીનાથ પાર્કમાં બનાવ : પરિણીતા સારવારમાં
રાજકોટ,તા. ૧૨: મવડીમાં આવેલા શ્રીનાથ પાર્કમાં પબજી રમવામાં વ્યસ્ત પતિએ ધ્યાન ન દેતા પત્નીને લાગી આવતા ઝેરી પાવડર પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
મળતી વિગત મુજબ મવડી રામધણ આશ્રમ પાછળ આવેલા શ્રીનાથ પાર્ક શેરી નં. ૩માં રહેતા ભારતીબેન કાંતીભાઇ ગોહેલ (ઉવ.૨૭)એ પોતાના ઘરે ઝેરી પાવડર પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભારતીબેનના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં બે પુત્ર છે. રાત્રે પતિ મોબાઇલમાં પબજી ગેઇમ રમતો હોય, પત્નીએ તેને બોલાવતા તેણે ધ્યાન ન દેતા લાગી આવતા આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. રમેશભાઇએ તપાસ હાથ ધરી છે.
(3:07 pm IST)