રાજકોટ
News of Thursday, 13th August 2020

જન્માષ્ટમીએ ઢોરડબ્બો તોડવાનો પ્રયાસ : માલધારી આગેવાનોની ધરપકડ

શ્રાવણ માસમાં ગાયો નહીં પકડવાની માંગ સાથે જન્માષ્ટમીએ ઢોરડબ્બો તોડવા પડકાર ફેંક્યો હતો : પોલીસે અગાઉથી બંદોબસ્ત ગોઠવેલ

રાજકોટ : જન્માષ્ટમી એ રાત્રે બાર વાગ્યે ઢોર ડબ્બો તોડવા પ્રયાસ માલધારી આગેવાનો રણજીત મુંધવા કરણ ગમારા ભીખાભાઈ સહિતની રાત્રે જ પોલીસે ધરપકડ કરી છે અંદાજે ૫૦ થી વધુ લોકોનું ટોળું બ ધસી ગયું હતું

અત્રે નોંધનીય છે કે ગાયોને પવિત્ર શ્રાવણ માસમાં નહિ પકડવા ની માંગ સાથે કોંગી આગેવાનોએ જન્માષ્ટમી રાત્રે ઢોર ડબ્બો તોડવાનો પડકાર ફેંક્યો હતો જેથી પોલીસે અગાઉથી જ ત્યાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો

(12:01 pm IST)