રાજકોટ
News of Saturday, 13th November 2021

શિક્ષણ માટે સ્કોલરશીપ આવી ગઇ છેઃ ઉચ્ચ કારકિર્દી નિર્માણ કરવાની તક

ધોરણ ૧૦ પછી ડીપ્લોમાં, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક કક્ષા તથા એન્જીનીયરીંગ ડીગ્રી સુધીના શિક્ષણ માટે અરજી કરી શકાય છે : ફોટોગ્રાફીનો કોર્ષ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : કોરાના દરમ્યાન માતા-પિતા કે કમાનાર સભ્ય ગુમાવનાર ધોરણ ૧ થી સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ યોજના

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

રાજકોટ તા.૧૩ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં દિવસે-દિવસે શિક્ષણનું મહત્વ ખૂબ વધતુ જાય છે. માહિતી અને ટેકનોલોજીના આજના યુગમાં નાના-મોટા દરેક માટે શિક્ષણને અનિવાર્ય પણ ગણવામાં આવે છે. વિવિધ કક્ષાનું શિક્ષણ મેળવવા માટે હાલમાં ઉપયોગી શિષ્યવૃતિ પણ મળી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો....

* કીપ ઇન્ડિયા સ્માઇલિંગ ફાઉન્ડેશનલ સ્કોલરશીપ પ્રોગ્રામ- ર૦ર૧/રર અંતર્ગત કોલગેટ-પામોલીવ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા યુવા વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક પ્રગતિને આગળ વધારવા આ તક આપવામાં આવે છે. આ સ્કોલરશીપ પ્રોગ્રામ વિવિધ પોસ્ટ-મેટ્રીક તથા સ્નાતક કક્ષાના શિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દિમાં આગળ વધવા માટે આર્થિક સહયોગ પ્રદાન કરે છે. પસંદ થનાર ઉમેદવારોને તેઓના હાલના શિક્ષણને આધારે ૪ વર્ષ સુધીના શિક્ષણ માટે વાર્ષિક ૩૦ હજાર રૂપિયા (INR) સુધીના છાત્રવૃતિના ઇનામો મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/ર૦ર૧ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ ઇ.સ.ર૦ર૧ ની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા ૭પ ટકા સાથે ધોરણ ૧૦ અથવા ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે ધોરણ ૧ર પાસ કરેલ હોય તથા ઉચ્ચતર માધ્યમિક, ત્રણ વર્ષના સ્નાતક કોર્ષ, ચાર વર્ષનો એન્જીનીયરીંગ કોર્ષ, ડીપ્લોમાં પ્રોગ્રામનાં શિક્ષણને આગળ વધારવા તેઓ અરજીપાત્ર છે. અરજી કરનાર વિદ્યાર્થીઓની કુલ પારિવારિક વાર્ષિક આવક (INR) પ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ.

- અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/KISF 1

 * નિકોન સ્કોલરશીપ પ્રોગ્રામ ર૦ર૧-રર અંતર્ગત નિકોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ધોરણ ૧ર પાસ વિદ્યાર્થીઓને ફોટોગ્રાફીનો કોર્ષ કરવા માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે. ફોટોગ્રાફીનો કોર્ષ કરવા માટે આર્થિક સહયોગ ઇચ્છતા વિદ્યાર્થીઓ તારીખ ૩૦-૧૧-ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને એક લાખ રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧ર પાસ વિદ્યાર્થીઓ કે જેઓ ૩ મહિના કે તેથી વધુ સમયના ફોટોગ્રાફી કોર્ષનું શિક્ષણ લઇ રહ્યામ હોય અને જેઓના પરીવારની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે.

 - અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/NSP5

 * કોવિડ ક્રાઇસીસ (જયોતિ પ્રકાશ) સપોર્ટ સ્કોલરશીપ પ્રોગ્રામ ર૦ર૧ અંતર્ગત કોરોનાને કારણે આર્થિક સંકટનો  સામનો કરતા અને આગળ શિક્ષણ મેળવવા આર્થિક સહયોગ ઇચ્છતા વિદ્યાર્થીઓને વાર્ષિક ૩૦ હજાર રૂપિયા સુધીની રકમ તથા મેન્ટરશીપનો લાભ મળવાપાત્ર છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૧૧-ર૦ર૧ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

આ સ્કોલરશીપ ધોરણ ૧ થી સ્નાતક સુધીનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. જેઓએ જાન્યુઆરી ર૦ર૦ થી આજ સુધીમાં તેઓના માતા-પિતા કે પછી પરિવારના કોઇ કમાનાર સભ્યોને ગુમાવી દીધા હોય અથવા તો પરિવારમાં કમાનાર સભ્યો પાસે નોકરી કે  રોજગાર ન હોય અને શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓએ એડમીશન લઇ લીધું હોય તથા તે પોતાનો અભ્યાસ આગળ વધારવા માંગતા હોય તેઓ અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/CCSP1

 જીવનોપયોગી શિક્ષણની સાથે-સાથે ઉજ્જવળ કારકિર્દિ  ઘડવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

 

 

 

વાંકાનેરમાં કેશરીયા પરિવાર દ્વારા ભાગવત કથામાં શ્રી ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી :

 વાંકાનેર :  વાંકાનેરના આગણે લોહાણા મહાજનવાડી ખાતે ''કેશરીયા પરિવાર''ના મથુરાદાસ લાલજીભાઈ કેશરીયા તથા માતૃશ્રી દિવાળીબેન મથુરાદાસ કેશરીયા તથા ગોપાલદાસ મથુરાદાસ કેસરિયા તથા સર્વે ગૌલોંકવાસી ના પૂર્વજનોના મોક્ષાર્થે ૅ કેશરીયા પરિવાર  દ્વારા ચાલતી શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સપ્તાહ કથામાં ગઈકાલે તારીખ : ૧૧ / ૧૧ / ૨૧ને ગુરૂવાર ના રોજ  શ્રી જલારામ જ્યંતીના પાવન પુણ્યશાળી રૂડા અવસરે ગઈકાલે કથામાં સાંજે  વામન જન્મ  અને ભગવાન શ્રી રામ ચદ્રંજી નો  શ્રી રામ જન્મ તેમજ ભવ્યતાથી ભવ્ય શ્રી કૃષ્ણ જન્મ ( નંદ મહોત્સવ, મટુકી ફોડ )નો ભવ્ય કાર્યક્રમ ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે વિશાળ જનમેદની સાથે યોજાયેલ અને  નંદ મહોત્સવ નંદ ધેર નંદ ભયો જય કંનેયા લાલ કી જય ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું કેશરીયા પરિવાર ના આગણે રૂડો અવસર આવ્યો હોય તેમના સ્નોહીજનો, વાંકાનેર ના સર્વે વૈષ્ણવો, તેમજ આ પ્રંસગે વિશાળ સંખ્યા માં ભાવિકોએ કૃષ્ણ જન્મના દર્શનનો લ્હાવો લીધેલ હતો કૃષ્ણ જન્મ હોય ટંકારા હવેલી ના મુખીયાજી, રાજકોટ ના શાસ્ત્રીજી   જગદીશભાઈ, વાંકાનેર શ્રી ગાયત્રી મંદિરના અશ્વિનભાઇ રાવલ સહિતના લોકોએ ગઈકાલે હાજરી આપેલ અને કથા માં કૃષ્ણ જન્મ સાથોસાથ ગઈકાલે પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની (,૨૨૨ મી શ્રી જલારામ જ્યંતી ) હોય પૂજ્ય જલારામબાપા ના પણ સુંદર કીર્તન ભજન પૂજ્ય શાસ્ત્રીજી ગાયેલા હતા અને ગઈકાલે સાથોસાથ લોહાણાની નાત  પણ હતી, ગઈકાલે કથામાં વકતા  પ.પૂજ્ય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી પી જોષીએ કહેલ કે આજે કેશરીયા પરિવારના આગણે કેવો રૂડો અવસરે આવ્યો છે, જલારામ જ્યંતી અને આજે આઠમનો પણ છે અષ્ટાંમી આજનો પવિત્ર દિવસ છે ભાગવત ઍ કૃષ્ણ છે. માણસને દુઃખની પરિસ્થિતિ ગમે તેવી આવે હિંમતનો હારવી સુખ દુઃખ તોઆવ્યા કરે આ સંસારમાં દુઃખ આવે ત્યાં બસ હરિ સ્મરણ કરવું અને સુખ આવે ત્યારે આપણા થી થાય ઈ સેવા ના કાર્યો કરવા.

(10:40 am IST)