રાજકોટ
News of Saturday, 13th November 2021

રૈયાધાર શાંતિનગર પાસેથી દશરથ ઉર્ફેદસ્તો ચોરાઉ એકટીવા સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસે દશરથને પકડી ચોરાઉ એકટીવા કબ્જે કર્યુ : પાંચ વાહન ચોરીમાં પણ સામેલ

રાજકોટ તા. ૧૩ : રૈયાધાર સ્લમ કવાર્ટર પાસે શાંતિનગર પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટર નજીક શાંતિનગર પાસે એક શખ્સ ચોરાઉ એકટીવા સાથે ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા જેન્તીગીરી ગોસ્વામીને બાતમી મળતા શાંતિનગરના ગેઇટ પાસેથી દશરથ ઉર્ફે દસ્તો ગભુભાઇ જોગરાણા (ઉ.૨૨) (રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર ધનાભાઇ ધોળકીયાની ઓરડીમાં) ને જીજે૩એમએ-૩૭૦૧ નંબરના ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં તેણે બે દિવસ પહેલા મવડી રોડ પરથી એકટીવા ચોરી કર્યું હોવાની કબુલાત આપી હતી તે અગાઉ ગાંધીગ્રામ, તાલુકા, પ્ર.નગર અને આજીડેમ પોલીસ મથકમાં પાંચ વાહન ચોરીના ગુનામાં અને માલવીયાનગર વિસ્તારમાં રાત્રે ચોરી કરવાના ઇરાદે તાળા ફંફોળતા બે વખત પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પી.આઇ. કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, યુવરાજસિંહ, કોન્સ. જેન્તીગીરી, બલભદ્રસિંહ તથા સહદેવસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:15 pm IST)