રાજકોટ
News of Saturday, 13th November 2021

વાવડી રોડ પર ગોૈતમબુધ્ધ નગરમાં દારૂના નશામાં શામજીભાઇનો લટકી જઇ આપઘાત

રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ પર વાવડી રોડ ગોૈતમબુધ્ધ નગરમાં રહેતાં શામજીભાઇ જીવણભાઇ સિંધવ (ઉ.વ.૬૨) નામના વૃધ્ધે નશો કરેલી હાલતમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ગોૈતમબુધ્ધનગરમાં રહેતાં શામજીભાઇ સિંધવે લોખંડના એંગલમાં દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. શામજીભાઇ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેઓ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ મૃતકને દારૂનો નશો કરવાની આદત હતી. નશાની હાલતમાં જ આજે ગળાફાંસો ખાઇ લીધો હતો. 

(3:15 pm IST)