રાજકોટ
News of Saturday, 13th November 2021

પ્રેમીકાને મળવા ગયેલ પ્રેમીને માર પડયોઃ વિરપુરના મેવાસા ગામનો બનાવ

રાજકોટ, તા. ૧૩ :. વિરપુરના મેવાસા ગામે પ્રેમીકાને મળવા ગયેલ પ્રેમીને માર પડતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મેવાસા ગામે આશિષ અરવિંદભાઈ સાકરીયા ઉપર મેવાસા ગામના વેલજીભાઈ રાદડીયાએ લાકડીથી હુમલો કરી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત આશિષ મેવાસા ગામે તેની પ્રેમિકાને મળવા જતા પ્રેમીકા જ્યાં રહે છે ત્યાં આજુબાજુમાં પાડોશીઓને ખબર પડી જતા આશિષ પર હુમલો કર્યો હતો. આ અંગે હુમલો કરનાર વેલજી રાદડીયા સામે ફરીયાદ થતા વિરપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:17 pm IST)