રાજકોટ
News of Saturday, 13th November 2021

બસ સ્ટેશન પાસેથી એકટીવા ચોરાઉ હોવાની શંકાએ પ્રશાંત પાંભર પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે શક પડતી મિલ્કત તરીકે એકટીવા કબ્જે કર્યું

રાજકોટ તા. ૧૩ : શહેરના નવા બસ સ્ટેશન પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે એકટીવા ચોરાઉ હોાવની શંકાએ એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ. ધીરેનભાઇ માલકીયા, અશોકભાઇ કલાલ, કીરતસિંહ ઝાલા, સંજયભાઇ ચાવડા, મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ભગીરથસિંહ તથા દિપકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એસ.ટી. બસ સ્ટેશન પાસેથી પસાર થતા જીજે૩એમ-૩૭૬૧ નંબરના એકટીવાના ચાલકને શંકાના આધારે રોકી ચાલક પાસે લાયસન્સ તથા એકટીવાના કાગળો માગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. બાદ પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ પ્રશાંત રમેશભાઇ પાંભર (ઉ.૩૧) (રહે. રણછોડનગર શેરી નં. ૨૯, સદ્ગુરૂ જ્યોતિ એપાર્ટમેન્ટ) જણાવ્યું હતું. બાદ પોલીસે પ્રશાંતને પકડી અને શકપડતી મિલ્કત તરીકે એકટીવા કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

(3:20 pm IST)