રાજકોટ
News of Saturday, 13th November 2021

સિવિલ હોસ્પિટલ પાસે ફૂટપાથ પર અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ તા. ૧૩ : શહેરની સિવિલ હોસ્પિટલ ચોકમાં ફૂટપાથ ઉપર એક અજાણ્યો યુવાન (ઉ.૪૦) બેભાન હાલતમાં પડેલ હોઇ, કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ભાવનાબેને તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એન.સાકળીયા તથા રાઇટર ગૌતમભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:21 pm IST)