રાજકોટ
News of Saturday, 13th November 2021

સુરતના વેપારીને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ,તા. ૧૩ : ચેક રીટર્નનના કેસમાં રાજકોટના રહીશ સુરતના વેપારી સ્માર્ટ ફબ ટચના પ્રોપરાઇટર સંજયભાઇ વિ. ગોંડલીયાને અદાલતએ એક વર્ષની સજા ફરમાવી ફરિયાદીને વળતર ચુકવવાનો હુકમ કરેલ હતો. આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રહીશ એસએમએસ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મહેન્દ્રભાઇ પી. શાહ દ્વારા આરોપી સ્માર્ટ ફબ ટચના પ્રોપરાઇટર સંજયભાઇ વિ. ગોંડલીયા ને તેઓની માંગણી મુજબ સીંગલ્સ અને મેમબ્રેન માલની ખરીદી કરેલ અને તે માલની ફરિયાદીએ પાકા બીલની સાથે ડીલીવરી થી માલ મોકલેલ અને તે બીલ પેટે આરોપી સ્માર્ટ ફબ ટચના પ્રોપરાઇટર સંજયભાઇ વિ. ગોંડલીયાએ ૬,૪૪,૬૧૮-૪૦ ની રકમનો ચેક આપેલ અને તે ચેક પેટે આરોપી સ્માર્ટ  ફબ ટચના પ્રોપરાઇટર સંજયભાઇ વિ. ગોંડલીયાએ ફરિયાદીના ખાતામાં ૨,૦૦,૦૦૦ અંકે રૂપિયા બે લાખ પુરા જમા કરાવેલ અને બાકી રહેતી રકમ પરત ચુકવવા માટે રૂ.૪,૪૪,૬૧૮-૪૦ નો ચેક આપેલ હતો.

ચેક રીટર્ન થતા ફરિયાદીએ રાજકોટના જ્યુડી.મેજી. કોર્ટમાં સને ૨૦૧૯ની સાલમાં ફરિયાદ તેમના વકીલશ્રી મારફત કરેલ હતી જે કેસ ચાલી જતા જ્યુડી. મેજી.કોર્ટ (સ્પે. નેગોશીએબલ) કોર્ટ રાજકોટ દ્વારા આરોપી સ્માર્ટ ફબ ટચના પ્રોપરાઇટર સંજયભાઇ વિ. ગોંડલીયા સુરત વાળાને સજા ફટકારેલ હતી.

આ કામના આરોપી દ્વારા આપેલ ચેક મુજબ રકમ વસુલાત ન થતા ફરિયાદીએ આરોપી સામે રાજકોટની અદાલતમાં ચેક પરત કર્યા અંગેની ફરિયાદ દાખલ કરેલ હતી જે અનુસંધાને આરોપી કોર્ટમાં હાજર રહેલ હતા આ સમય દરમિયાન અદાલતે આરોપીની વર્તણુક તેમજ ફરિયાદી દ્વારા રજુ થયેલ અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ આગળની કાર્યવાહી ચાલુ રાખતા ફરીયાદ પક્ષ દ્વારા અલગ અલગ હાઇકોર્ટના જજમેન્ટો રજુ કરેલા હતા અને કાયદેસરનુ લેણુ છે તે અંગેના પુરાવાઓ રજુ કરતા આરોપી સ્માર્ટ ફબ ટચના પ્રોપરાઇટર સંજયભાઇ વિ. ગોંડલીયાને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદીને અલગથી રૂ.૪,૪૪,૬૧૮-૪૦નું વળતરની રકમ દિવસ-૩૦માં ચુકવવાનો હુકમ કરેલ છે. અને જો સમય મર્યાદાની અંદર વળતર ન ચુકવે તો વધુ છ માસની સજા ભોગવવાનો આદેશ કરેલ છે.આ કેસમાં ફરિયાદી તરફે રાજકોટ શહેરના ધારાશાસ્ત્રી વિરેન્દ્ર વિ. રાણીંગા રોકાયેલ હતા. 

(3:23 pm IST)