રાજકોટ
News of Saturday, 13th November 2021

રૂ.૧૨ લાખનો ચેક પાછો ફરતા મિત્ર દ્વારા મિત્ર સામે ફરીયાદઃ આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ, તા.૧૩: અત્રે રૂ.૧૨ લાખના ચેક રીટર્ન થતા મીત્ર સામે ફરીયાદ થતાં કોર્ટ હાજર થવા સમન્સનો હૂકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા શ્રી હરેશભાઇ શામજીભાઇ મારવીયાએ અઢી વર્ષ પહેલા તેમના મીત્ર મેહુલભાઇ મોહનભાઇ કથીરીયા રહેઃ ગામ-બાઘલા, તા.લાલપુર, જી.જામગનર. વાળાને મિત્રતાના નાતે ઉછીના પેટે રોકડા રૂ.૧૨,૦૦,૦૦૦/ અંકે રૂપિયા બાર લાખ પુરા. મદદ માટે આપેલા હતા જે રકમ હરેશભાઇ મારવીયાએ પરત માંગતા મેહુલભાઇ કથીરીયાએ તેમના ખાતાવાળી એકસીસ બેંક લી., કાલાવડ રોડ બ્રાંચ, રાજકોટના બે ચેક આપેલા હતા જે બંને ચેક ફરીયાદીએ તેમની ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી., ઇન્દિરા સર્કલ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું બંને ચેક બિન ચુકતે પરત ફરેલ છે.આમ ફરીયાદીએ આ બંને ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલ નહી. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં કેસ દાખલ કરતા આરોપી મેહુલભાઇ મોહનભાઇ કથીરીયાને સમન્સ ઇસ્યુ કરી હાજર થવા હુકમ કરેલ છે.

(3:23 pm IST)