રાજકોટ
News of Saturday, 13th November 2021

એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા ભત્રીજી ડો. નુપુર તથા ડો. હિમાનીના જન્મદિવસે સમાજ ઉપયોગી સંકલ્પ

૧૪ વર્ષથી નાની વયની દિકરીઓને મેડીકલેઇમ કેસ માટે માત્ર ૧ રૂપિયો ફી લેશે

રાજકોટ તા. ૧૩ : શહેરના જાણીતા અને કન્ઝયુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા પોતાના કાયદા ક્ષેત્રના અનુભવ અંતર્ગત જાણવામાં આવ્યું કે વીમા કંપની દ્વારા મનસ્વી વલણ અખત્યાર કરી જુદા જુદા Hyper Technical  કારણોસર  મેડીકલેમ વિમા પોલીસી અંતર્ગત કરવામાં આવતાં કલેમમા rejections  કરવામાં આવે છે.

હકીકતમાં આ પ્રકારના કલેમ વીમાધારક માટે ફાયદો કે નફો નથી હોતા પરંતુ વીમાધારકને થયેલ ખર્ચનું વળતર હોય છે. અત્યાર સુધીમાં આ પ્રકારના અસંખ્ય કેસોમાં વીમાધારક તરફે પરિણામ મેળવી ચૂકેલ એડવોકેટ ગજેન્દ્ર જાની સામે તાજેતરમાં એક એવો કિસ્સો આવ્યો કે જેમાં ખૂબ જ નાની ઉંમરની દીકરીને જુવેનાઈલ રૂમેટોઈડ આથ્રાઈટીસ જેવી બાળકોમા જવલ્લે જ જોવા મળતી અસામાન્ય બીમારીનો સામનો કરવો પડેલ અને તે બીમારી અંતર્ગત થયેલ ખર્ચ સામે દાખલ કરેલ કલેમ વિમા કંપનીએ નામંજૂર કરેલ. વિમા કંપનીના આવા વલણ સામે ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત કેસ તો દાખલ કરવામા આવ્યો જ છે પરંતુ આવા કિસ્સાઓ સર્જાય ત્યારે આવી દિકરીઓના માતા પિતાની મનોવ્યથા કેવી થતી હશે એ કલ્પના માત્રથી એડવોકેટ ગજેન્દ્ર જાનીએ સંકલ્પ કરી લીધો કે જે કેસ દાખલ કરવામા આવ્યો છે તે કેસમા દિકરીના વાલી પાસેથી માત્ર ૧ રૂપિયો ફી લેશે. આવા ઉમદા સંકલ્પને આ એક કેસ પૂરતો સીમિત ન રાખતા પોતાની ભત્રીજીઓ નુપુર તથા હિમાની ના જન્મદિવસ એટલે કે ૧૪ નવેમ્બરથી આજીવન ૧૪ વર્ષની ઉંમર સુધીની કોઈપણ દીકરીઓના મેડીકલેમ કેસ કે જે રાજકોટ ખાતે દાખલ કરવાના થતા હશે તે તમામ કેસમા માત્ર ૧ રૂપિયો ફી લેશે. શ્રી ગજેન્દ્ર જાની દ્વારા લેવામા આવેલ આવા પ્રેરણાદાયી સંકલ્પને સો સો સલામ... સંપર્ક : ગજેન્દ્ર જાની એડવોકેટ, ૪૦૪ આલાપ બી, લીમડા ચોક, રાજકોટ, મો. ૭૦૧૬૬૬૩૭૯૯. 

(3:47 pm IST)