રાજકોટ
News of Friday, 14th May 2021

શહેરમાં છેલ્લા ચાર મહિનામાં ૩.૨૧ લાખ નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો

૧.૧૮ લાખ લોકોએ બીજો ડોઝ લીધોઃ ૧૨ દિવસમાં ૫૭ હજાર યુવાઓએ રસી મૂકાવી

રાજકોટઃ કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વેય રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં ૧૮ વર્ષથી ઉપરનાં ૩.૨૧ લાખ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.

આ અંગે આરોગ્ય વિભાગમાં નોંધાયેેલ આંકડાકીય વિગતો ઉપર એક નજર કરીએ તો આજ દિન સુધીમાં ૧૭,૪૫૪ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ, ૨૯,૫૩૬ ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝતથા ૧૨,૭૯૪ હેલ્થ વર્કરોએ બીજો  ડોઝ, ૧૪,૨૬૯  ફ્રન્ટલાઇન વર્કરોએ બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૧,૦૩,૮૬૮નાગરીકોએ પ્રથમ ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં બિમારી ધરાવનાર ૧,૧૩,૩૬૯ લોકોએ પ્રથમ ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૫૧,૩૭૨નાગરીકોએ બીજો ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં બિમારી ધરાવનાર ૪૦,૪૨૪ લોકોએ બીજો ડોઝ લઇ લેતા કુલ ૩,૮૩,૦૮૬ ડોઝ આપવામાં આવ્યા છે.કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તા.૧ મેથી વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે યુવાનોમાં વેકિસન મુદ્દે જાગૃતિના લીધે રજિસ્ટ્રેશન વધ્યું હોવાથી મોટાભાગના વેકિસન સેન્ટરો માત્ર ગણતરીનાં સમયમાં તમામ સ્લોટ ફૂલ થઈ જાય છે. જયારે આજ દિન સુધીમાં અંદાજીત  ૫૭,૧૨૩ હજાર યુવાઓએ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આજ દિન સુધીમાં શહેરનાં કુલ ૩,૨૧,૩૫૦ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જયારે ૧,૧૮,૮૫૯ લોકોને બીજો ડોઝ  આપવામાં આવ્યો છે.

મ.ન.પા. દ્વારા રસીકરણ ઝુબેશ અંતર્ગત શહેરમાં  ૧૮થી ૪૪ વર્ષ સુધી વયના લોકા માટે ૪૫ જેટલા વેકિસનેશન સેન્ટર શરૂ કરાયા છે. જયારે ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટે ૨૪ સેન્ટરો પર રસી આપવામાં આવી રહી છે.

(3:41 pm IST)