મનપા દ્વારા બેડમિન્ટન સ્પર્ધા : ૨૬ થી ૧ જુન સુધી આયોજન
મેયર પ્રદિપ ડવ, સ્ટે.કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમીત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશ પીપળીયાની જાહેરાત : સીંગલ્સ સીની. પાંચ કેટેગરીમાં ભાઇઓ-બહેનો તથા ડબલ્સના ભાઇઓ-બહેનો માટે બે કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાશે : ભાગ લેવા ઇચ્છુકોએ મનપાની વેબસાઇટ www.rmc.gov.in પર તા. ૨૨ મે સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે
રાજકોટ તા. ૧૩ : મહાનગરપાલિકા દ્વારા બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ફકત રાજકોટᅠશહેર ખાતે વસવાટ કરતા ખેલાડીઓ જ ભાગ લઇ શકશે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ,ᅠસ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ,ᅠમ્યુનિ. કમિશનર અમિત અરોરાᅠઅને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જાહેરાત કરી છે. બેડમિન્ટનની રમતમાં,ᅠસીંલગ્સ કેટેગરીમાંᅠભાઇઓ તથા બહેનોᅠᅠમાટેᅠઅંડર- ૧૩,ᅠᅠઅંડર- ૧૫,ᅠઅંડર- ૧૯,ᅠ૨૦-૪૦,ᅠ૪૧-૬૦ ᅠતેમજᅠડબલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટેᅠᅠ૨૦-૪૦ᅠᅠઅનેᅠᅠ૪૧-૬૦ᅠᅠમાં ટુર્નામેન્ટ યોજવામાં આવશે. આ અંગે રજીસ્ટ્રેશન મહાનગરપાલિકાની વેબસાઇટᅠwww.rmc.gov.in પર જઇ તા.૧૩ મે થી તા.૨૨ મે સુધી કરી શકાશે. ટુર્નામેન્ટᅠતા.૨૬ મે થી તા.૧ જુન સુધી યોજાશે.