રાજકોટ
News of Saturday, 14th May 2022

રાજકોટમાં કોરોનાના નવા 3 રિપોર્ટ પોઝીટીવ :વધુ બે દર્દીએ સાજા થયા : હાલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ

રેસકોર્સ રોડ પર 29 વર્ષીય યુવક અને પૂજારા પ્લોટમાં 66 વર્ષીય વૃદ્ધ તેમજ 20 વર્ષીય યુવતી સંક્રમિત

રાજકોટ: શહેરમાં આજે કોરોના નવા 3 રિપોર્ટ પોઝિટિવ કેસ આવ્યા છે. શહેરનાં રેસકોર્સ રોડ પર 1 કેસ અને પૂજારા પ્લોટમાં કોરોનાના નવા 2 દર્દી નોંધાયા છે, રેસકોર્સ રોડ પર 29 વર્ષીય યુવક અને પૂજારા પ્લોટમાં 66 વર્ષીય વૃદ્ધ તેમજ 20 વર્ષીય યુવતી સંક્રમિત થયા છે . મનપાના આરોગ્ય વિભાગે નવા નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરી છે.આજે 2 દર્દીએ કોરોનાને હરાવતા  હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે.

(8:35 pm IST)