રાજકોટ
News of Tuesday, 14th June 2022

પત્નિની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ પતિની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૪: અત્રે પત્નીની હત્યા કરનાર પતિની ચાર્જશીટ પછીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

ગત તા. ૧૯-૧-રરના રોજ જસદણમાં ગઢડીયા રોડ ઉપર આવેલ બરફના કારખાના પાસે રહેતો આરોપી મમદશા અલીશા પઠાણ એ તેમની પત્ની આશિયાનાબેનની ગળચી દબાવી હત્યા કરી નાખેલ તે ગુન્હામાં પોલીસે આરોપી મમદશા પઠાણની ધરપકડ કમરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ ચાર્જશીટ બાદ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીએ તેની પત્ની ફોન ઉપર વાત કરતી હોય અને તે કોઇ સાથે વાત કરતી હોય તે બાબતે જવાબ નહીં આપતા આરોપીએ તેની પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાખેલ છે. આવી નાની બાબતમાં આરોપીએ હત્યાનો ગુન્હો કરેલ છે. આવા ઝનુની આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી યુ. ટી. દેશાઇ એ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ છે.

(3:28 pm IST)