આજીડેમ ચોકડી પાસેના સુંદરમ્ પાર્કનો રવિ ૭મા ધોરણની છાત્રાને ભગાડી ગયો
ભાડાના મકાનમાં રહેતો હતોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટ તા. ૧૪: આજીડેમ ચોકડી નજીક સુંદરમ્ પાર્ક-૩માં આનંદભાઇ સાકરીયાના મકાનમાં ભાડેથી રહેતો રવિ રમેશભાઇ રૂદરીયા નામનો શખ્સ સાતમા ધોરણમાં ભણતી ૧૩ વર્ષની બાળાને લલચાવી ફોસલાવી ભગાડી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસે બાળાના મોટાબાપુની ફરિયાદ પરથી રવિ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તેની શોધખોળ આદરી છે. અપહૃત બાળાના માતા-પિતા ન હોઇ મોટા બાપુએ તેને ઉછેરી છે. બાળા તા. ૨૫/૫ના રોજ રાતે સાડા નવેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ તેણીનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો નહોતો. એ દરમિયાન તપાસ કરતાં ખબર પડી હતી કે અગાઉ રવિ આ બાળાની સામે જોતો હોઇ તેને આ બાબતે ઠપકો અપાયો હતો. તપાસ કરતાં રવિ જ તેણીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયાનું જાણવા મળતાં તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. પીઆઇ વી. જે. ચાવડાએ વિશેષ તપાસ હાથ ધરી છે.