રાજકોટ
News of Thursday, 14th October 2021

રાજકોટ-બેંકોની ડિસ્ટ્રિકટ લેવલ કમિટિની બેઠક રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ

રાજકોટ તા.૧૩ -જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેંકોની ડિસ્ટ્રિકટ લેવલ કમિટિની બેઠક યોજાઇ હતી. 

 

આ બેઠકમાં કલેકટરશ્રીએ ભારત સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો વધુને વધુ લોકો ઉપયોગ બેંક મારફતે કરે તે માટે બેંક ઓફિસર્સને અનુરોધ કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રી જીવન જયોત વિમા યોજના, પ્રધાન મંત્રી સુરક્ષા વિમા યોજના, અટલ પેન્શન યોજના, જન સુરક્ષા યોજનાનો સમાવેશ થાય છે. જન ધન એકાઉન્ટ પણ વધુને વધુ લોકો ખોલાવે તે માટેના પ્રયાસો થવા જોઇએ. ગામડા નગરોના લોકોમાં આ બધી યોજનાઓ માટે જાગૃતિ આવે તે માટે પેમ્ફલેટ, બેનર્સ દ્વારા પ્રસિધ્ધિ કરાવવાની સુચના કલેકટરશ્રીએ બેંક અધિકારીઓને આપી હતી.

 

         તકે લીડ બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા સહિતની બેંકના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(8:51 pm IST)