રાજકોટ
News of Thursday, 14th October 2021

વેકસીનેશનમાં જાગૃતિ લાવવા સિવિલ હોસ્પિટલમાં ગરબા યોજાયાઃ વેકસીન માતાજીએ આપ્યા આશીર્વાદઃ આરએમઓ ડો. મહેન્દ્ર સી. ચાવડાના જન્મદિનની પણ ઉજવણી થઇ

સિવિલ હોસ્પિટલમાં કોરોના વેકસીન પ્રત્યે જાગૃતિ લાવવાના શુભ ઉદ્દેશ સાથે નવરાત્રી પર્વમાં એક દિવસના ગરબાનું આયોજન ગઇકાલે કરવામાં આવ્યું હતું. જેમાં એક કર્મચારી બહેને વેકસીન માતાજીનું રૂપ ધારણ કર્યુ હતું અને વેકસીન લેનાર તમામને આશીર્વાદ આપ્યા હતાં.  જોગાનુજોગ ગઇકાલે આરએમઓ ડો. મહેન્દ્ર સી. ચાવડાના જન્મદિવસ હોઇ તેની જાણ થતાં ગરબાની સાથે ડો. ચાવડાના બર્થડેની પણ સાથી તબિબો, નર્સિંગ સ્ટાફ, એચઆર મેનેજર યશસ્વીનીબા જેઠવા, રેખાબેન સહિતના સ્ટાફે કેક કાપીને ઉજવણી કરી ડો. ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી.  આરએમઓ ડો. ચાવડા પણ ગરબે રમ્યા હતાં અને વેકસીન માતાજીના આશીર્વાદ પણ લીધા હતાં. તેમજ બધાને કેક ખવડાવી મીઠા મોઢા કરાવ્યા હતાં.

(3:05 pm IST)