રાજકોટ
News of Thursday, 14th October 2021

તુ કાળી ને કલ્યાણી રે માં... જયાં જોઉં ત્યાં જોગમાયા...

રાજકોટ : મા જગતજનનીની આરાધનાનું પાવનકારી મહાપર્વ આસો નવરાત્રીની ભવ્ય - દિવ્ય ઉજવણી થઈ રહી છે. સમી સાંજ પડતા જ શહેરના ચોક ચાચર ચોક બન્યા હોય તેમ રાસ - ગરબાની રમઝટ જામે છે. વિદ્યાનગર ગરબી મંડળ, શહેરના વિદ્યાનગર-૨ મેઈન રોડ ઉપર આવેલ રાજપૂત સમાજની વાડીની બાજુમાં રામકૃષ્ણ આશ્રમ પાછળ છેલ્લા બે દાયકાથી અશ્વિની નવરાત્રીની ખૂબ જ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓ સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી અવનવા પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા ઈલાબેન પાંભર, કૈલાસબેન બારડ, કૌશિકભાઈ ચાવડા સહિતના સેવા બજાવે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:07 pm IST)