રાજકોટ
News of Thursday, 14th October 2021

સરગમી પ્રતિક ગરબામાં અમિત અરોરાના હસ્તે આરતી :

રાજકોટ : સરગમ કલબ દ્વારા સરકારી નિયમો આધારીત આયોજીત નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતે અમીત અરોરા (કમિશ્નર રાજકોટ મનપા)ના હસ્તે માતાજીની આરતી કરવામાં આવેલ. માત્ર બહેનો માટે યોજાયેલા રાસોત્સવમાં વેલડ્રેસ અને શ્રેષ્ઠ પરર્ફોમન્સ અને ઇનામો પણ અપાયા હતા. વેલડ્રેલનું ઇનામ નાના બાળકને  યાત્રી કે.ડેલાવાળા અને બહેનો માંથી વૈશાલીબેન શાહ તેમજ શ્રેષ્ઠ પરર્ફોમન્સનું ઇનામ જાગૃતિબેન  આસોડીયા, કૃપાબેન ડેલાવાળા, દર્શનાબેન ભંડેરીને મળ્યુ હતુ. આયોજનને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, મૌલેશભાઇ પટેલ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર, જશુમતીબેન વસાણી, ગુણવંતભાઇ ભટ્ટ, રાખીભાઇ  વાછાણી, નીતાબેન ઓઝા, હર્ર્ષાબેન કથ્રેચા, આશાબેન મુછડા, રીટાબેન વેકરીયા વગેરે જહેમત ઉઠાવેલ.

(3:10 pm IST)