રાજકોટ
News of Thursday, 14th October 2021

ડીસેમ્બર-૩૧ પહેલા રાજકોટ જીલ્લામાં ઘરે-ઘરે નળ મારફત પીવાનું પાણી પહોંચતું થઇ જશે ડેમો ભરેલા છતા અમુક શહેરમાં ર થી ૩ દિવસે પાણી અપાતું હોવાની પણ કલેકટર સમક્ષ ફરીયાદો

કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે આગામી ૩૧ ડીસેમ્બર પહેલા કેન્દ્રની ''નલ સે જલ'' યોજના અંતર્ગત સમગ્ર રાજકોટ જીલ્લામાં લોકોના ઘરે-ઘરે નળ મારફત પીવાનું પાણી પહોંચતુ કરી દેવાશેઃ હાલ ૯૧ ટકા કામગીરીનો રીપોર્ટ છે. વાસ્મો દ્વારા કાર્યવાહી થશે. પાણી કનેકશન અપાઇ જશેઃ જીલ્લામાં ૯૦ ટકા ડેમો ભરેલા છે છતા ધોરાજી-ગોંડલ, જેતપુર-ઉપલેટા જેવા શહેરોમાં ર થી ૩ દિવસે પાણી અપાતું હોવાની કલેકટર સમક્ષ ફરીયાદોઃ તપાસની ખાત્રી..

(3:19 pm IST)