રાજકોટ
News of Thursday, 14th October 2021

જામનગર રોડની નવા કોર્ટ બિલ્ડિંગને જોડતો રસ્તો સીમેન્ટથી બનશે : અમિત અરોરા

વોર્ડ નં.૧ના નાગેશ્વર વિસ્તારમાં ડામર પેચવર્કની કામગીરીની મુલાકાત લેતા મ્યુ.કમિશ્નર

રાજકોટ,તા. ૧૪: શહેરમાં વરસાદને કારણે નુકશાન થયેલ રસ્તામાં તાત્કાલિક ડામર પેચ વર્કની કામગીરી થાય તે માટે લેબર અને મશીનરી વધારી દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. આજે વેસ્ટ ઝોન વોર્ડ નં. ૧ના નાગેશ્વર વિસ્તારમાં ડામર પેચ વર્કની કામગીરી ચાલી રહી છે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આ કામગીરી રૂબરૂ નિહાળી હતી તેમજ કામગીરીમાં ગુણવત્ત્।ા લેવલ અને લાઈન લેવલમાં કામગીરી કરવાની સંબધિત અધિકારીને સુચના આપી હતી. તેમજ જામનગર રોડ થી નવા કોર્ટ બિલ્ડિંગ સુધીના રસ્તા પરનું ટી.પી. દબાણ દુર થતા તે રોડને સી.સી. રોડ કરવાની પણ સુચના મ્યુનિ. કમિશનરે આપી હતી.

દરમ્યાન હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં રસ્તાના ડામર પેચ વર્ક ચાલી રહ્યા છે. જેમાં આજે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં, ૨, ૭, ૧૭માં હાલ કામગીરી ચાલુ છે તેમજ વોર્ડ નં. ૩ અને ૭ માં રાત્રીના સમયે કામગીરી હાથ ધરવામાં આવશે. વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨ તેમજ ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૪, ૫ અને ૧૫માં કામગીરી ચાલી રહી છે.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરસાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક) ટુ રસિક રૈયાણી, એ.ટી.પી. પી.ડી.અઢીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:21 pm IST)