રાજકોટ
News of Thursday, 14th October 2021

શ્રી પંચનાથ હોસ્પિટલમાં આત્મીયતા અને સહૃદયભાવે શ્રેષ્ઠ સારવારઃ અનેક લોકોના ચહેરા પર સ્મિતની લહેર

ગીલેઈન બેર સિંડ્રોમ (GBS) થકી અતિ ગંભીર પ્રકારના પક્ષઘાતના હુમલાનો સામનો કરતા એક યુવાન તેમજ કોવીડ-૧૯ના ૬ દર્દીઓની પંચનાથ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવારઃ ટીમ ઉપર પ્રસંશા

રાજકોટઃ તબીબી સમસ્યાનુ સમાધાન નહી પણ શ્રેષ્ઠ નિદાન અને સારવાર એજ  મુદ્રાલેખ ધરાવનાર પંચનાથ હોસ્પિટલમાં ૧૨/૦૪/૨૦૨૧ થી ૩૧/૦૫/૨૦૨૧ દરમિયાન કોવીડ-૧૯ ના કુલ ૧૫૮ દર્દીઓની ડો ગૌરાંગ પટેલ (એમ.ડી.મેડીસીન) અને તેમની ટીમની દેખરેખ હેઠળ સારવાર કરવામા આવી આ ૧૫૮ પૈકી ૬ દર્દીઓનો સીટી સ્કેન (એચ આર સી ટી) સ્કોર ૨૪/૨૫ જેટલો હતો જે તબીબી દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ મામલો કહી શકાય તેમજ અત્યંત ગંભીર પક્ષદ્યાતના હુમલાનો સામનો કરતા એક યુવાન સહીત કુલ ૭ દર્દીઓને હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર અને મહાદેવ ના આશીર્વાદ થકી આ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયુ જેનો આનંદ દર્દીઓને તેના પરિવારજનો તથા મિત્ર મંડળને હોય તે સ્વાભાવિક છે એટલે જ તેમના દ્વારા હોસ્પિટલના સંચાલકો તબીબો તબીબી સ્ટાફ અને નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરો નુ ભાવુક હૃદય સાથે સન્માન કરીને આશીર્વાદની વર્ષા કરવામાં આવી

૩૪ વર્ષના યુવાન આનંદ પરમાર ગીલેઇન બેર સિંડ્રોમ(GBS) થકી થતા પક્ષદ્યાતના દ્યાતક હુમલાનો શિકાર બન્યા હતા. સૌ પ્રથમ પગ પર  અસર થઇ હતી જે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાઇ હતી અને એક સમયે આ દ્યાતક હુમલો સમગ્ર શરીરના અંગોમા છવાઈ ગયો હતો સૌથી વધુ અસર તેમના બંને ફેફસા ડેમેજ થવાની સાથે દરેક નસો ફુલાઇ ગઇ હતી આ જ પરિસ્થિતિમા તેમને તા.૭/૮/૨૦૨૧ના રોજ પંચનાથ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમા  દાખલ કરવામાં આવ્યા હતા ડો ગૌરાંગ પટેલ અને તેમની  તેમની ટીમની દેખરેખ હેઠળ  સારવાર શરૂ  કરવામા આવી  સમયાંતરે  ભોળાનાથની અસીમ કૃપાથી તેમની સારવાર કારગત નિવડવા લાગી તેમને કુલ ૪૦ દિવસ સુધી હોસ્પિટલમાં સંપૂર્ણ બેડ રેસ્ટ સાથે  સારવાર મેળવી હતી આ સમય દરમ્યાન નર્સિંગ સ્ટાફે સેવાકીય ફરજ બજાવતા તેમના વાંસામા એક પણ ભાથુ પડેલ ન હતુ સાથોસાથ ટેક્રોસ્ટોમી સારવાર પધ્ધતિથી તેમનો ગળાનો અવાજ પણ ખુલ્લી ગયો હતો. તેઓના પુનઃ સ્વાસ્થય પ્રસ્થાપિત કરવામાં ફીઝીયોથેરાપી વિભાગ અને નર્સિંગ સ્ટાફનુ યોગદાન વંદનીય હતુ આનંદ પરમારના લઘુબંધુ એ પ્રતિભાવ આપતા જણાવેલ કે આ પ્રકારની અતિ ગંભીર પરિસ્થિતિમાં  મારા મોટાભાઈને નવજીવન મળ્યું તેના પરથી જ અંદાજ લગાવી શકાય કે નસીબની યારી સાથે હોસ્પિટલની  સારવાર અને સુવિધાઓ કેવી હશે? તેઓએ ચાર્જિસ અંગે જણાવેલ કે બીજી હોસ્પિટલ કરતા અમોને અહીં ૩૦ થી ૪૦ ટકા જેટલી રાહત દાર્શનિક રીતે જોવા મળી છે

૩૬ વર્ષના યુવાન વિમલ કાપડીયા કે જેઓ સેવાભાવી રાજકોટીયન ગ્રુપ ના સક્રીય કાર્યકર છે તેઓ કોરોનાની બીજી લહેરમા ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં દરરોજ કોરોનાના દર્દીઓને તેમની સાથે આવેલા તેમના કુટુંબીજનો કે સગા વ્હાલાઓને નિૅંશુલ્ક પીવાનુ પાણી ફુટ તથા ફુડ પેકેટો નુ વિતરણ કરી રહ્યા હતા પણ કમનસીબે આ સમય દરમ્યાન તેમનામા કોરોનાના લક્ષણો જણાતા તરત જ કોરોનાના તમામ પ્રકારના પરિક્ષણો કરાવવામા આવ્યા જે પોઝીટીવ આવતા તરતજ તેમને તા .૯/૫/૨૦૨૧ શ્રી પંચનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેઓનો સીટી સ્કેન (એચ.આર.સી.ટી.) સ્કોર ૨૫/૨૫ જેટલો ગંભીર જણાતા જ તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં આવી સાચા અર્થમાં સેવાના ભેખધારી વિમલભાઈએ કોરોના સામે જંગ જીતીને તા.૨૮/૦૬/૨૦૨૧ના રોજ પ્રસન્નવદને  હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા હતા આ સમયે તેમના પરિવારજનોના ચહેરા પર નવજીવન મળ્યાના આનંદની લહેર જોવા મળે તે સ્વભાવિક છે. તેમજ તેમના કુટુંબીજનો સગા વ્હાલાઓ મિત્ર મંડળે મહાદેવના ચરણોમાં વંદન કરીને મીઠાઈ વહેચીને ખુશી વ્યકત કરી હતી.

હંસાબેન ગમઢા ઉ.વ. ૩૮ સીટી સ્કેન ૨૫/૨૫ નો સ્કોર સાથે હોસ્પિટલમાં એડમીટ  થયા હતા તેઓએ પુનૅં સ્વાસ્થય પ્રાપ્ત કરતા જ હસતાં ચહેરા સાથે હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઇ રહયાં હતા તે સમયે હોસ્પિટલની સારવાર અને સુવિધાઓ અંગે પ્રતિભાવ આપતા તેમના પરિવારજને જણાવેલ કે બીજી હોસ્પિટલ કરતા ઘણા ઓછા ચાજમા ઉત્તમોત્તમ સારવાર મળી તેમજ  સંભવિત વાવાઝોડા સમયે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોઈપણ દર્દીને અસર ન થાય તે માટે સતર્ક રહેલા ટ્રસ્ટીશ્રીઓ કર્મચારીશ્રીઓ તથા નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરોની હાજરી નોંધનીય હતી.

સુધીરભાઇ માધવાણીના પરિવારજને હોસ્પિટલની સુવિધાઓ અને સારવાર અંગે મંતવ્ય આપતાં જણાવ્યું હતું કે અચાનક  સર્જાયેલી ઓકસીજન પૂરવઠાની઼ તિવ્ર તંગીમાં નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરોએ રાત દિવસ જોયા વગર કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને જે ઓકસીજનનો પૂરવઠો પ્રાપ્ત કરેલ તે બદલ સારવાર લઇ રહેલા તમામ દર્દીઓ તેમજ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે હોસ્પિટલના વર્તુળોમાથી એવું સાંભળવા મળ્યું હતુ કે આજકાલમાં જ ઓકસીજન પ્લાન્ટ નાખવાના જોરદાર પ્રયાસો ચાલી રહ્યા છે જે ખરેખર સફળ નિવડતા દર્દીઓ તથા તેમના પરિવારજનોએ રાહત અનુભવી હતી

સારવાર બાદ ડીસ્ચાર્જ સમયે સંગીતાબેન હુંબલના પરિવારજને જણાવેલ કે અમો બીજી હોસ્પિટલમાંથી  દર્દીને પંચનાથ હોસ્પિટલમાં દાખલ કરેલ ફરજ બજાવી રહેલા મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફનો વિનયી અને વિવેકી વ્યવહાર દ્વારા જે સારવાર કરવામા આવી તે અભિનંદનીય છે તેમના તરફથી અમોને મળેલી  સાંત્વના અમારા ઉચાટ મનને શાંત કરતી હતી.

રાજેશભાઈ સતાસીયાના કુટુંબીજનોએ અત્યંત ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે ''ડોકટરો દર્દીઓની ખરા અર્થમાં સેવાભાવથી સારવાર કરી રહયા હતા અમો જયારે તેઓને ખબર અંતર માટે પૂછપરછ કરતા ત્યારે પરિવારની ભાવનાથી જવાબ આપતાં હતા અને સારવાર લઇ રહેલા અમારા પરિવારજન સાથે વિડીયો કોલથી વાત કરાવતા જેનાથી અમોને હૈયે ધરપત રહેતી હતી.''અજયસિંહ મકવાણાના પરિવારજને રડતા સ્વર સાથે જણાવ્યું હતુ કે ''સૌપ્રથમ તો  અજયસિંહને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાના તબીબોએ સ્પષ્ટ રીતે અમોને જણાવ્યું હતું કે આ કેઇસ ૯૦ ટકા ફેઈલ છે માત્ર ૧૦ ટકા જ બચવાના સંજોગો જણાય છે તેવુ અમો નહી પણ તેમના રીપોર્ટ જણાવે છે આ સમયે અમારો પરિવાર ટેન્સનમા  આવી ગયેલો આવા સંજોગોમાં મહામહેનતે  શ્રી પંચનાથ હોસ્પિટલમાં બેડ મળતા જ દર્દીને ત્યા ખસેડવામાં આવ્યા હતા મળેલ ૨૧ દિવસની સુવિધાસભર સારવાર બાદ દર્દી  સંપૂર્ણપણે સ્વસ્થ થતા અમારા પરિવારજનોએ ચહેરા પર સ્મિતની લહેર સાથે હોસ્પિટલમાંથી રજા મેળવી હતી અમારા પરિવાર માટે તો શ્રી પંચનાથ હોસ્પિટલ સાક્ષાત મહાદેવનુ સેવાલય સાબીત થયુ છે. તેવુ લાગણીસભર જણાવેલ હતુ.

સેવાકીય દ્રષ્ટિએ હોસ્પિટલ ટ્રસ્ટની વિશેષ અને પ્રેરણાદાયક સેવા ઉડીને આંખે વળગે તેવી રહી હતી કોરોનાની સારવાર લઇ  ચૂકેલા તમામ ૧૫૮ દર્દીઓને સવારે ચા કોફી નાસ્તો ૧૦/૩૦ રોજ અલગ અલગ જયુસ ૧૨/૩૦ કલાકે બપોરનુ ભોજન ૪/૩૦ કલાકે હળદરવાળુ દૂધ અને  ૭ વાગ્યે ફુટ સાથે સાંજનુ વાળુ નિયમિત રીતે હોસ્પિટલ ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે આપવામાં આવતુ હતુ આ ઉમદા પ્રકારની સેવાકીય ભાવનાની ચોતરફ પ્રશંસા થઇ રહી છે.

શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ મંદિર તથા હોસ્પિટલ પરિવાર નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરો કોરોના અકસ્માત કે ઘાતક બીમારીમાથી પુનૅંસ્વાસ્થય અને નવજીવન પ્રાપ્ત કરી  ચૂકેલા વિશ્વના તમામ લોકોનુ શેષ જીવન નિરોગી અને તંદુરસ્તમય રહે તેવી શુભકામનાઆ પાઠવે છે.

(3:54 pm IST)