રાજકોટ
News of Thursday, 14th October 2021

પંચાયત પરિષદ દ્વારા ગાંધીનગરમાં મોદીનું નામ જોડી નવુ આધુનિક તાલીમ કેન્દ્ર બનાવશે

રાજકોટ, તા. ૧૪ : તાજેતરમાં ગુજરાત પદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠક મળેલ, રાજયની તમામ જિલ્લા  પંચાયતના પમુખઓ આ કારોબારી સમિતિના સદસ્ય હોય આ બેઠકમાં ઉપસ્થિત રહેલ. આ બેઠકમાં ગુજરાત  પ્રદેશ પંચાયત પરિષદની માલિકીની ગાંધીનગર જુના સચિવાલય સામે આવેલ અંદાજીત ૧૩,૦૦૦ (તેર હજાર) ચો.મી.  જમીનમાં જેના ભવન ૫૦ વર્ષ જુના અને જર્જરીત થઇ ગયેલ છે તેની જગ્યાએ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગામીણ વિકાસ અને પંચાયતીરાજ સંસ્થાન (તાલીમ કેન્દ્ર) નામથી નવું આધુનિક સુવિધાપૂર્ણ ભવન નિમણિ કરવાનું ગુજરાત પ્રદેશ  પંચાયત પરિષદે સર્વાનુમતે નકકી કરેલ છે.   

દેશમાં પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર મુખ્યત્વે એન.આઇ.આર.ડી-હૈેદરાબાદ અને યશદા-પૂના ખાતે આવેલ છે.  જેમાં ૭૦ ટકા સરકારી અધિકારી તેમજ ૩૦ ટકા જિલ્લા પંચાયતના પ્રમુખોને તાલીમ અપાય છે. જયારે ગુજરાતના  આ તાલીમ કેન્દ્રમાં ૧૦૦ ટકા ગામ/તાલુકા અને જિલ્લા પંચાયતોના જ સદસ્યોને તાલીમબધ્ધ કરાશે અને ગ્રામીણ  ગુજરાત વધુ સુદૃઢ બનાવાશે. પંચાયત પરિષદની ટીમમાં જિલ્લા પંચાયતના તમામ પ્રમુખઓ ઉપરાંત પૂર્વ સીનીયર  મંત્રીશ્રીઓ ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, આર.સી.ફળદુ, જિલ્લા પંચાયત-જુનાગઢના પૂર્વ પ્રમુખ ભરત ગાજીપરા ટ્રસ્ટી અને  મંત્રી તરીકે સેવા આપે છે. ગાજીપરા રાજય અને રાષ્ટ્રીય સ્તરના પંચાયતીરાજ માળખાનો વહીવટી અને કાનૂની ત્રણ  દશકાનો અનુભવ છે તે આ સંસ્યાને કામ લાગશે .   

આ પોજકેટની પ્રાથમિક માહિતિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહને  મોકલી આપેલ છે. આ પ્રોજેકટ કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહના મતવિસ્તારમાં આકાર લેવાનો છે.   

આ પ્રોજકેટના ઝડપી અમલ માટે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને સાથે લઇ પરિષદના પ્રમુખ શ્રીમતિ નયનાબેન  પટેલ, ઉપપ્રમુખ ભુપતભાઇ બોદર, મંત્રી ભરત ગાજીપરા, પર્યુષાબેન વસાવા તેમજ વિવિધ જિલ્લા પંચાયતના પ્રમુખોને  સાથે રાખી વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી માહિતગાર કરવા પંચાયત  પરિષદના આ નિર્ણયને ભારે આવકાર મળી રહેલ છે તેમ ભરત ગાજીપરા માનદ્ મંત્રી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ એક  અખબારી યાદીમાં જણાવે છે.   

(3:56 pm IST)