રાજકોટ
News of Thursday, 14th October 2021

ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠકમાં ઉદયભાઇ કાનગડનું માર્ગદર્શન

રાજકોટઃ ભાજપ બક્ષીપંચ મોરચા- ગુજરાત પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઇ કાનગડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાયેલ. આ બેઠકમાં બક્ષીપંચ મોરચા દ્વારા ગત કાર્યક્રમોનું રીપોટીંગ તથા આગામી કાર્યક્રમો રચના, વિવિધ જ્ઞાતિઓના પ્રમુખોની યાદી વગેરે સંગઠન મજબુતાઇ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ધ્યેય, સંપૂર્ણ ધારાસભા ૨૦૨૨ને સિધ્ધ કરવા માટે વિવિધ આયોજનો રચના તથા કાર્યક્રમો નકકી કરવામાં આવેલ. ઉદયભાઇનું માર્ગદર્શન પણ અતિપ્રેરણા સ્ત્રોત રહેલ. આ બેઠકમાં અતિથિ બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઇ તથા બક્ષીપંચ મોરચા પ્રદેશ પ્રભારી ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલનું બક્ષીપંચ મોરચા અધ્યક્ષ તથા મહામંત્રી મયંકભાઇ નાયક મહામંત્રી સનમભાઇ પોલ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવેલ. બેઠકની શરૂઆત મહામંત્રી મયંકભાઇએ કરાવેલ. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)