રાજકોટ
News of Friday, 15th January 2021

ખોખળદડ પાસેથી અને ભાવનગર રોડ પરથી જીતેન્‍દ્ર અને મનીષ દારૂ સાથે પકડાયા

થોરાળા પોલીસે બંને પાસેથી દારૂની ત્રણ બોટલ કબ્‍જે કરી

રાજકોટ તા. ૧પ : ખોખળદડ પાસથી હરી ઇન્‍ડસ્‍ટ્રીઝ ચેરીયામાંથી અને ભાવનગર રોડ ભંગારના ડેલા પાસેથી બે શખ્‍સોને દારૂની બોટલ સાથે થોરાળા પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાતા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડ કોન્‍સ આનંદભાઇ, ભુપતભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ,જયદીપભાઇ, કિરણભાઇ, યુવરાજસિંહ, રમેશભાઇ અને દિવ્‍યેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે ખોખળદડ પાસે શ્રી હરી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા શેરી નં. ૭માંથી જીતેન્‍દ્ર પ્રભુદાસભાઇ દાવડા (ઉ.૩પ) (રહે. શ્રી હરિઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં મફતીયાપરા)ને વિદેશી દારૂની બે બોટલ સાથે અને ભાવનગર રોડ પર ભંગારના ડેલા પાસેથી મનીષ ચંદુભાઇ સોલંકી (ઉ.૪પ) (રહે. રામનાથપરા શેરી નં.૬/૧૩) ને દારૂની એક બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(10:33 am IST)