રાજકોટ
News of Friday, 15th January 2021

રાજકોટ શહેર-જીલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધઃ ૨૨ લાખ ૨૯ હજાર મતદારોઃ ૨૨૩૨ મતદાન મથકોઃ સૌથી વધુ ૬૯-રાજકોટમાં ૩ાા લાખ તો સૌથી ઓછા ગોંડલ બેઠક ઉપર સવા બે લાખ મતદારોઃ લોકોને તપાસવા અપીલ

રાજકોટ કલેકટર તંત્રે આજે શહેર-જીલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છેઃ કલેકટર તંત્ર-મામલતદાર તથા તમામ પ્રાંત કચેરીએ જોવા મળશેઃ કુલ ૨૨ લાખ ૨૯ હજાર મતદારો ૨૨૩૨ મતદાન મથકોઃ સૌથી વધુ ૬૯-રાજકોટ બેઠક ઉપર ૩ાા લાખ મતદારોઃ સૌથી ઓછા ગોંડલ બેઠક પર સવા બે લાખ મતદારોઃ અન્‍ય બેઠકોમાં ૬૮-રાજકોટ ૨ લાખ ૮૫ હજારઃ ૭૦-રાજકોટ ૨ લાખ ૫૪ હજારઃ ૭૧-રાજકોટ ૩ લાખ ૪૨ હજારઃ જસદણ ૨ લાખ ૪૬ હજારઃ જેતપુર ૨ લાખ ૬૮ હજાર તો ધોરાજી બેઠક ઉપર ૨ લાખ ૬૪ હજાર મતદારોઃ ચૂંટણી પંચને રીપોર્ટ

(10:36 am IST)