News of Friday, 15th January 2021
સતત તપાસમાંથી સમય કાઢી પતંગ ચગાવતાં પીઆઇ જે. ડી. ઝાલા
રાઇટર હેડકોન્સ. નિલેષભાઇ મકવાણાએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ફિરકી પકડી અધિકારીને સાથ આપ્યો
રાજકોટઃ શહેરના ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલા અને સ્ટાફે મકરસંક્રાંતિની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે પતંગ ચગાવીને કરી હતી. તેમની ફિરકી પીઆઇ રાઇટર તરીકે ફરજ બજાવતાં હેડકોન્સ. નિલેષભાઇ મકવાણાએ પકડીને તેમને સહયોગ આપ્યો હતો. એ પછી અધિકારીશ્રીએ પણ ફિરકી પકડી હતી અને નિલેષભાઇને પતંગ ચગાવવાની તક આપી હતી. આમ એક બીજાની મદદથી બંનેએ તથા બીજા સ્ટાફે પતંગો ચગાવી હતી. શ્રી રામેશ્વર શરાફી મંડળીના ૬૦ કરોડના કોૈભાંડની પખવાડીયાથી તપાસ કરી રહેલા આ અધિકારી અને ટીમે થોડો સમય કાઢી ઉતરાયણ ઉજવી લીધી હતી.
(12:09 pm IST)