રાજકોટ
News of Friday, 15th January 2021

માંગરોળથી ૩૦ કિ.મી.દૂર સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ

માધવપુર ઘેડના ઓશો સન્યાસી સ્વામી બ્રહ્મવેદાંતજી બ્રહ્મલીન

ઓશોના સન્યાસી હતાઃ ભગવદ્દગીતા, પતંજલી યોગસુત્ર, વિજ્ઞાન ભૈરવતંત્ર, અંતરયાત્રા, સાધના માર્ગ, ધર્મ અને સાધના, ગંગાસતીના ભજનો વિગેરે વિષયો ઉપર પ્રવચનો આપેલા : ગુર્જીએફની જીવનપ્રણાલી અને ફિલસુઝીનો અભ્યાસ કરી આત્મસાત કરી હતીઃ મુમુક્ષુ સાધકો માટે ઓશો આનંદ આશ્રમ એક જીવંત સ્કૂલ જેવો છેઃ સ્વામીજી દરરોજ સવાર- સાંજ વિવિધ વિષયો ઉપર પ્રવચન આપતા

ઓશોને જીવનમાં આત્મસાત કરનાર સ્વામી પૂ.બ્રહ્મવેદાંતજીની અંતિમ વિદાય સમયે ઓશો પ્રેમીઓ મૃત્યુને ઉત્સવમાં ફેરવી ધૂન - ભજન સાથે ગાજતે - વાજતે જોડાયા હતા. (સહયોગ : સ્વામી પ્રેમ (સુરેશભાઈ) અને સ્વામી સત્યપ્રકાશ) (વૈદવાડી - ઓશો ધ્યાન મંદિર, રાજકોટ)

રાજકોટઃ માધવપુરઘેડમાં આવેલ ઓશો સન્યાસ આશ્રમના ઓશો સન્યાસી અને ઓશોના શિષ્ય એવા સ્વામી ભગવાન બ્રહ્મવેદાંતજી ગઈકાલે મકરસંક્રાંતિએ વ્હેલી સવારે બ્રહ્મલીન થયા હતા. તેઓ ૯૦ વર્ષના હતા.

 ચારેબાજુ નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલા ઓશો આનંદ આશ્રમ ખાતે બીરાજીને પૂજય સ્વામી બ્રહ્મવેદાંતજી પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનનો હૃદયનાભાવથી મુમુક્ષુ સાધકોમાં ઉંડાણથી પ્રકાશ પાડે છે. જે સાધકોના આધ્યાત્મીક વિકાસની યાત્રામાં અમુલ્ય પ્રેરણા અને બળ પ્રદાન કરે છે.

સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી ઓશોના શીષ્ય છે. સ્વામીજીની આધ્યાત્મીક યાત્રામાં બીજા એક એવધૂત સંતશ્રી રાજહલારે બાપુનું પણ અમુલ્ય યોગદાન છે. સ્વામીજીએ ગુર્જીએફની  શીક્ષણપ્રણાલીનો પણ ઉંડો અભ્યાસ કરેલો છે. ગુર્જીએફની ફિલસુફી અને જીવનપ્રણાલીને પુરેપુરી પચાવી છે. પોતાની જીવનશૈલીને એ પ્રમાણે ગોઠવી છે. આશ્રમ સાથે સંકળાયેલા સાધકો માટે સ્વામીજીની જીવનશૈલી સ્વયં એક પ્રયોગશાળા જેવી છે.

અત્યાર સુધીમાં સ્વામીજીએ ભગવદ્ગીતા, પતંજલી યોગસૂત્ર, વિજ્ઞાન ભેરવ તંત્ર, અંતરયાત્રા, સાધનામાર્ગ, ધર્મ અને સાધના, અંતકરણની ઓળખ, ગંગાસતીના ભજનો, ગુર્જીએફની ફિલોસોફી અને શીક્ષણ પ્રણાલી અને એવા બીજા ઘણા વિષયો ઉપર પ્રવચનો આપ્યા છે.

માધવપુરનો ઓશોઆનંદ આશ્રમ એક વિશિષ્ઠ પ્રકારનું સાધ્યાત્મીક કેન્દ્ર છે. ગુર્જીએફની ભાષામાં એક ઓશો ટેરીક સ્કુલ છે. આશ્રમ જીવનની વિશિષ્ટ જીવનશૈલીના ત્યા દર્શન થાય છે અને સીધા પ્રાયોગીક અનુભવો પણ મળે છે. સ્વામીજીના સાનિધ્યમાં ઘણાં મુમુક્ષુઓ જીવન વિકાસની યાત્રા કરે છે અને તે સાથે દિવ્યજીવનની મોજ પણ મળે છે.

સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી વર્તમાન સમયની એક જાગૃત હસ્તી છે. તેઓશ્રી સાથે જોડાયેલા વિવિધ વિષયોની સચોટ માર્ગદર્શન આપે છે. ભારતની પુણ્યભૂમીમાં પ્રગટ થયેલ છે. જાગૃત હસ્તીઓની ગુઢ રહસ્યમય વાતોને પોતાની સીધીસાદી અને સરળરીતથી રજુ કરે છે. ગંગાસતી એક એવા હસ્તી હતા. જેમને ગુજરાતમાં સૌ કોઈ જાણે છે. ગંગાસતીએ પોતાના ભજનોમાં અધ્યાત્મ અને સમગ્ર વેદાંતનો નીચોડ આપ્યો છે. ગંગાસતીની આ વાતો સમજવામાં એટલી સરળ નથી. પરંતુ સ્વામીશ્રી બ્રહ્મવેદાંજીએ આ વાતોને સરળતાથી સમજવાં માટે ૧૪ પ્રવચનો આપેલા.

માંગરોળથી ૩૦ કિલોમીટર દૂર સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે માધવપુર (ઘેડ)ના પાદરે એક જીવંત આધ્યાત્મીક કેન્દ્ર આવેલુ઼ છે. જે ઓશો આંનદ આશ્રમના નામથી જાણીતું છે. નાએટીની મનોરમ્ય, વનરાજીથી આચ્છાદિત આ આશ્રમમાં પૂજય સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી વર્ષોથી ઘુપી ધખાવીને બેઠા છે. સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી વર્તમાન પણની એક રહસ્યવાહી પ્રબુધ્ધ ચેતના ઓશોના શીષ્ય છે. એવાજ એક પરમસીધ્ધ અવધૂત શ્રી રામહલારે બાપુએ પણ સ્વામીજીની જીવનપ્રણાલી અને ફિલસૂફીનો અભ્યાસ કરીને આત્મશાંત કરી છે. પૂજય સ્વામીજીની પોતાની જીવન જીવવાની પધ્ધતિમાં ઓશો અન ગુર્જીએફ- એમ એકસાથે બે પ્રબુધ્ધ ચેતનાની વિચારધારાનો સમન્વય થયેલો છે. જીવન જાગૃતિની જેમને પ્યાસ છે. તેવા મુમુક્ષુ સાધકો માટે ઓશો આનંદ આશ્રમ એક જીવંત સ્કુલ જેવો છે. અહીં પૂજય સ્વામીજીની નિસરામાં સાધકમીત્રો પોતાના જીવન ઘડતર માટે સાધના કરે છે. પ્રત્યક્ષની દર્શન સાથેનું સ્વામીજીનું માર્ગદર્શન સૌને સતત મળ્યા કરે છે. સાધકમીત્રોને જ્ઞાન સાથે અધ્યાત્મીકપંથની યાત્રા માટે જરૂરી બળ મળતું રહે તેવાં શુભ ભાવથી સ્વામીજી દરરોજ સવાર- સાંજ વિવિધ વિષયો ઉપર પ્રવચનો આપે છે. આ રીતે સાધકોને આધ્યાત્મિક વિકાશ માટે મુલ્યાવાન પ્રેરણાં અને પ્રકાશ મળતા રહે છે.

 સ્વામી બ્રહ્મવેદાન્તજી જેવી જાગૃત ચેતનાઓ સ્વાનુભાવ અને  આત્માનુભૂતિથી છલકાતી હોય છે જેનામાં અલૌકિકની ખોજણી પ્રબળ ઝંખના હોય તેવા સાધકોની આવી હસ્તીઓ પાસેથી પ્રેરણા સાથે વાસ્તવીક સમજ મળે છે પ્રવચનોમાં પૂજ્ય સ્વામીજી યોગ દર્શન ભગવદગીતા કૃષ્ણમૂર્તિ યા ઓશો વગેરેના કથનોનું  આધાર લે છે પણ તે સાથે પોતાના સ્વાનુભવની  પુણ્ય પ્રસાદી પોતાની રીતે પોતાની આગવી ભાષામાં  પીરસે છે.

વર્તમાન સમયમાં માણસ તનાવગ્રસ્ત છે જીવનની સમસ્યાઓ અને વિટંબણાંઓથી ઘેરાયેલા છે. વાસ્તવિક સમજના અભાવે   સીલા  ચાલુ પ્રવાહોમાં તણાય જાય છે કયાંય શાંતિ કે સમાધાન મળતું નથી. ભૌતિક સુખ-સગવડ પાછળની દોડમા તે જીવનને ખરા અર્થમાં જીવવાનું ચૂકી જાય છે. તેમ છતાં બધે સાવ અંધારૃં નથી.

સમયે સમયે જાગૃતિ મહાપુરૂષો પ્રગટ  થઈને તનાવગ્રસ્ત જન સમુહને તનાવ અને સમસ્યાઓ મુકત થવા સાચો માર્ગ દર્શન આપતા રહે છે આવા જાગૃત મહા પૂરૂષ સ્વામી બ્રહ્મવેદાંતજી સૌરાષ્ટ્રના માધવપુર ઘેડમાં ધુણી ધપાવીને છેલ્લા ૪૫ વર્ષથી બેઠા છે તેઓશ્રી જીવનની આટી ઘૂંટીમાં અટવાયેલા તનાવગ્રસ્ત માણસો માટે દિવાદોરી રૂપ બની રહ્યા છે.

 સંસારી મનુષ્યને જીવનના વિવિધ તાપથી એટલે કે આદિ વ્યાધિ અને ઉપાધિથી છૂટવું છે. જીવનના રહસ્યોને જાણવા છે પરંતુ તે માટેની દિશા સુજ નથી. આ દિશા સૂઝ માટે સ્વામીજી આધ્યાત્મિક છે. માર્ગદર્શન આપે છે પ્રેરણા અને પ્રોત્સાહન પણ આપતા.

 સ્વામીજી ઓશોના સન્યાસી છે. સંબોધી એટલે કે આત્મ- સાક્ષારતાની અનુભૂતિ પછી માધવપુર ઘેડ પ્રાચીન ગુરૂકુળ જેવા આશ્રમમાં લગભગ ૪૫ વર્ષીય આધ્યાત્માના વિષયો પરના પ્રવચનો આપીને મૂમુક્ષુ સાધકને પ્રત્યક્ષ સીધું માર્ગદર્શન આપતા.

 તેઓ શ્રી કહે છે કે મારૃં જીવન એ જ તમારા માટે પ્રાયોગિક શિક્ષણ છે જાગૃત સાથે જીવનને સમગ્રતાથી જીવો, માણો, જાણો અને ચૈતન્ય માટે ગતિમાન રહો.(૩૦.૮)

હિરાભાઈ શાહે ૧૯૭૨માં ઓશો પાસેથી દીક્ષા ગ્રહણ કરેલી

રાજકોટઃ સ્વામી બ્રહ્મવેદાંતજી વર્તમાનયુથની એક મહાન ચેતના ઓશોના સન્યાસી હતા. નાનપણથી જ તેમના અંતર અસિત્વના રહસ્યોની ખોજ માટેની તીવ્ર પ્યાસ હતી. તેઓ આધ્યાત્મિક ગ્રંથોનો ઉડો અભ્યાસ કરતા. સાધુ- સંતો- મહંતો સાથે આ વિષયનો ભરપુર સત્સંગ કરતી. તેમ છતા કોઈ સમાધાન મળતુ ન હતુ. ઈ.સ.૧૯૬૭માં ઓશોની પરીચય થયો. આંખથી આંખ મળી અને તે સાથે જ ભીતરના બધા પ્રશ્નો ઓગળી ગયા. બધી જ સમસ્યાઓનું સાચુ સમાધાન મળી ગયું. સામાન્ય ખેડૂત હોવા છતા અથાગ સાધના તીવ્ર અમીપ્યાસાથી પ્રબુધ્ધ બન્યા. પૂર્વાશ્રમના સામાન્ય ખેડૂતને વેપારી એવા શ્રી હિરાભાઈ શાહે ઈ.સ.૧૯૭૨માં ઓશો (આચાર્ય રજનીશ) પાસેથી સન્યાસ દિક્ષાગ્રહણ કરી અને હિરાભાઈમાંથી સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી થયા તેમની અંતયાત્રામાં ઓશોના મહાબળનો સહારો મળ્યો. ૧ નવેમ્બર ૧૯૪૭ના શુભ દિવસે તેઓશ્રીને આત્માનુભૂતિ- સંબંોધીની ઉપલબ્ધી થઈ પ્રજ્ઞાના ભીંતરી દ્વાર ખુલી ગયા.

સાધકોને માર્ગદર્શન આપતા સ્વામી બ્રહ્મવેદાંતજીના પુસ્તકો

(૧) પૂણતાના પથે (૨) જાગરણ (૩) વીજળીને ચમકારે (૪) પરમપદપ્રતી સંકેત (૫)અંતકરણની ઓળખ (૬) સાધનાની પૂર્ણ ભૂમિકા (૭)સહયોગની સમાધી (૮) પશુથી પરમાત્મા (૯)મોજ કરો ખોજ કરો (૧૦)અત્ર તંત્ર સર્વવ્યાપક (૧૧) ચાર સામાન્ય કેન્દ્ર (૧૨) સ્વનિરીક્ષણ  (૧૩) દુઃખમાંથી મુકિત (૧૪) અતૃપ્તી  ભીતરની

 સંકલનઃ બ્રહ્મવેદાંતજીના પુસ્તકોમાંથી

સ્વામી સત્ય પ્રકાશ, મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(3:27 pm IST)