રાજકોટ
News of Friday, 15th January 2021

રાજકોટ જીલ્લામાં કાલે હવે ૩ સ્થળે રસીકરણ કેન્દ્રની નવી સૂચના આવતા ઉપલેટા-ધોરાજી કેન્સલ

જેતપુરમાં મંત્રીશ્રી રાદડીયા-જસદણમાં કુંવરજીભાઇ બાવળીયા-ગોંડલમાં ગીતાબા જાડેજાની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧પઃ રાજકોટ જીલ્લામાં આવતીકાલથી રસીકરણ શરૂ થશે, આ અંગે જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની નવી સૂચના આવતા હાલ શહેર-જીલ્લામાં કાલે થનાર રસીકરણના સ્થળો ઉપર કાપ મૂકાયો છે, રાજકોટ શહેરમાં-૬, તો જીલ્લામાં ૩-સ્થળે રસીકરણ થશે, આ માટે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી કાર્યવાહી કરી રહ્યા છે.

કલેકટરે ઉમેર્યું હતું કે, જીલ્લામાં કાલે ગોંડલ-જસદણ અને જેતપુર ખાતે સરકારી હોસ્પીટલ ખાતે ૧૦૦ જેટલા સરકારી ડોકટરો-ખાનગી ડોકટરો-હેલ્થ વર્કરોને રસી અપાશે, જેતપુરમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, જસદણમાં કુંવરજીભાઇ બાવળીયા અને ગોંડલમાં ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા ખાસ હાજર રહેશે.

(4:31 pm IST)