રાજકોટ
News of Friday, 15th January 2021

જીલ્લા ભાજપ દ્વારા ભરતભાઇ બોઘરાનું સન્માન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ બોઘરા તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ભારતીબેન શિયાળની વરણી કરવામાં આવતા  રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, શ્રી મનસુખભાઈ રામાણી, શ્રી મનીષભાઈ ચાંગેલાએ કેસરી ખેસ પહેરાવીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય  ભાનુબેન બાબરિયા, જીલ્લા ચૂંટણી ઇન્ચાર્જ  ચેતનભાઈ રામાણીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. 

(4:35 pm IST)