રાજકોટ
News of Saturday, 15th January 2022

પતંગ-દોરાને કારણે રાજકોટમાં ૧૧૮ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લાઈટો ગૂલ થવાની ૨૫૯ ફરીયાદો

હજુ ૫૩ ફરીયાદો પેન્‍ડીંગઃ બપોર સુધીમાં નિકાલ લવાશેઃ રાજકોટમાં ૧૧ ફરીયાદો અંગે કામ ચાલુઃ વીજ ટીમો સતત દોડતી રહી

રાજકોટ, તા. ૧૫ :. મકરસંક્રાંતિને કારણે વીજતારો, જમ્‍પર, ડીઓમાં પતંગ-દોરા ફસાઈ જતા રાજકોટમાં અનેક સ્‍થળે વીજ પુરવઠો ગૂલ થઈ ગયો હતો. રાજકોટમાં ૧૧૮ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૨૫૯ ફરીયાદો સબ ડિવીઝનોમાં આવી હતી. અમુક વિસ્‍તારમાં ફીડરો બંધ કરવા પડયા હતા.
જો કે વીજ ટીમોએ રાઉન્‍ડ ધ કલોક કામગીરી કરી સતત દોડતા રહી ૨૦૦થી વધુ ફરીયાદોનો નિકાલ કરી નાખ્‍યો છે. હજુ ૫૫ ફરીયાદો પેન્‍ડીંગ છે, રાજકોટમાં ૧૧૮માંથી હજુ ૧૧ ફરીયાદ પેન્‍ડીંગ હોય તેમા કામગીરી ચાલુ કરાઈ છે અને બપોર સુધીમાં તમામ સ્‍થળે વીજ પુરવઠો કાર્યાન્‍વીત કરી લેવાશે તેમ અધિકારીઓ ઉમેરી રહ્યા છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સૌથી વધુ રાજકોટમાં ૧૧૮, જામનગર ૩૫, મોરબી ૧૦, અમરેલી ૧૪, ભાવનગર ૨૮, ભૂજ ૧૫ જેવી ફરીયાદો આવી હતી.

 

(12:27 pm IST)