રાજકોટ
News of Saturday, 15th January 2022

લલુડી વોંકળીમાં ઝઘડી રહેલા પિતા-પુત્ર પર પડોશીઓ ધોકા-તલવારથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૫ઃ કેવડાવાડી લલુડી વોંકળી પાસે શેરી નં. ૨માં રહેતાં અને ધોબી કામ કરતાં ગોૈરવ યોગેશભાઇ ચુડાસમા (ઉ.૨૨) તથા તેના પિતા યોગેશભાઇ છગનભાઇ ચુડાસમા (ઉ.૪૫)ને ત્યાં નજીકમાં જ રહેતાં રાજેશ સાકરીયા, નિલેષ કોળી સહિતે ઝઘડો કરી તલવાર-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ભકિતનગરમાં જાણ કરી હતી.

ગોૈરાંગના સગાના કહેવા મુજબ ગોૈરાંગ તેના પિતા સાથે અંદરો અંદર બોલાચાલી કરતો હોઇ પડોશીઓ રાજેશ સહિતનાએ આવી ઝઘડા કરવાની ના પાડી હુમલો કર્યો હતો.

કુવાડવા રોડના પરાગ પર જુના મનદુઃખને લીધે વિશાલનો છરીથી હુમલો

કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટીમાં રહેતાં અને રણછોડદાસ બાપુના આશ્રમ સામે પારૃલ બગીચામાં જમ્પીંગ રાઇડ્સ રાખી ધંધો કરતાં પરાગ હસમુખભાઇ પાથર (ઉ.૧૯)ને સાંજે સાડા છએક વાગ્યે જુના મનદુઃખનો ખાર રાખી વિશાલ સાગઠીયાએ ગળા પર છરીથી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી.

થોરાળામાં લલીત અને કુબલીયા પરામાં મુન્ના પર હુમલો

નવા થોરાળામાં રહેતાં લલીત રવજીભાઇ ચાવડા (ઉ.૨૨) પર જુના ડખ્ખાનો ખાર રાખી સાગર અને અજાણ્યાએ ધોકાથી હુમલો કરી ઇજા કરતા અને બીજા બનાવમાં કુબલીયાપરામાં રહેતાં મુન્ના લલીતભાઇ રાઠોડ (ઉ.૨૭)ને કુમાર નામના શખ્સે પગમાં છરી ઝીંકતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

શેઠનગરમાં પ્રદિપને લાલાએ ધોકાથી માર માર્યો

જામનગર રોડ શેઠનગર સિધ્ધી વિનાયકમાં રહેતાં અને વેલ્ડીંગ કામ કરતાં પ્રદિપ ડાયાભાઇ સિધ્ધપુરા (ઉ.૩૩)ને પડોશમાં રહેતાં લાલા બાવાજીએ જુના ડખ્ખાનો ખાર રાખી ધોકાથી માર મારતાં સિવિલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(2:48 pm IST)