રાજકોટ
News of Saturday, 15th January 2022

પેડક રોડ પર પાર્કિંગ - માર્જીનની જગ્‍યા ખુલ્લી કરાઇ : ૨૮ સ્‍થળોએથી છાપરા હટાવાયા

ઇસ્‍ટ ઝોનની ટી.પી. શાખા દ્વારા સામાકાંઠે વોર્ડ નં. ૫-૬ના વિસ્‍તારોમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન કરી ૯૧૦ ચો.ફૂટ જગ્‍યા ખુલ્લી કરાવાઇ

રાજકોટ તા. ૧૫ : મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્‍વયે આજે સામાકાંઠા વિસ્‍તારનાં પેડક રોડ પરના ૨૮ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરાના દબાણો દુર કરી ૯૧૦.૦૦ ચો.ફૂટ જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે શહેરમાં  ‘વન વીક, વન રોડ'  અન્‍વયે આજે વોર્ડ નં. ૫ તથા ૬ પેડક રોડ પરના કોમ્‍પલેક્ષો, દુકાનો વગેરે સ્‍થળોએ માર્જીન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતુ. જેમાં અમિત ફૂટવેર, વત્‍સલ સેલ્‍યુલર, ગુડલક ઈલેકટ્રીક, પૂજન મેડિકલ સ્‍ટોર, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, પટેલ સોપારી સેન્‍ટર, શ્રીજી ગાંઠીયા, કુમકુમ ગીફટ શોપ, શિવ શક્‍તિ ટી સ્‍ટોલ, બજરંગ પ્રોવિઝન સ્‍ટોર, પટેલ ખમણ, પટેલ મેડિકલ એન્‍ડ જનરલ સ્‍ટોર, ભોજલ કલીનીક, અમુલ સેલ્‍સ એજન્‍સી, કનૈયા ટી સ્‍ટોલ -ડીલાઈટ પાન, ગાત્રાળ ટી સ્‍ટોલ, શક્‍તિ ટી સ્‍ટોલ, માં સિઘોઈ હોટેલ, આશાપુરા સેલ્‍સ એજન્‍સી, ખોડીયાર ટી સ્‍ટોલ, એ-વન ઓપ્‍ટીકલ્‍સ, પોપ્‍યુલર ફૂટવેર, વાઈબ્રન્‍ટ હેર સલુન, ખોડલ મોબાઈલ એસસરીઝ, વિશાલ શુઝ, શિવાલય પાન, ડીલક્‍સ પાન, મોમાઈ ટી સ્‍ટોલનો સમાવેશ થાય છે.
૨૮ સ્‍થળોએથી પાર્કિંગ- રોડને નડતરરૂપ છાપરાનાં દબાણો દુર કરી ૯૧૦ ચો.ફુટ જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

 

(2:54 pm IST)