રાજકોટ
News of Saturday, 15th January 2022

શહેરમાં ગઇકાલે ૨૯૬ કોરોના કેસ : બપોર સુધીમાં ૯૧ રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ તા. ૧૫ : શહેરમાં હવે કોરોનાએ સ્‍પીડ પકડી હોય તેમ છેલ્લા અઠવાડિયાથી દરરોજ ૨૫૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. શહેરમાં ગઇકાલે એટલે કે ૧૪ જાન્‍યુઆરીના ૨૯૬ કેસ નોંધાયા હતા. આજે બપોર સુધીમાં ૯૧ કેસ નોંધાયા છે. મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૯૧ કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૪૫,૭૩૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૩,૨૯૯ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૪૬૭૭ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૨૯૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૩૩ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૮૯,૬૬૮ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૪૫,૭૩૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૪ ટકા થયો છે. રિકવરી રેટ ૯૪.૮૫ ટકાએ પહોંચ્‍યો છે.

 

(2:54 pm IST)