રાજકોટ
News of Saturday, 15th January 2022

મેયર પ્રદિપ ડવ દ્વારા મકરસંક્રાંતિની અનોખી ઉજવણી : ટેસ્‍ટીંગ બુથ પર પૌષ્‍ટિક આહાર વિતરણ

રાજકોટ : મકરસંક્રાંતિના દિવસે પણ કોવિડ-૧૯ ટેસ્‍ટિંગ બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓને મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ટેસ્‍ટીંગ બુથ પર જઇને આ કામગીરીને બિરદાવીને તેઓને તલ પાક, માંડવી પાક સહિતના પૌષ્‍ટિક આહારનું વિતરણ કર્યું હતુ અને મકરસંક્રાંતિના પર્વની શુભેચ્‍છા પાઠવી હતી. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે આરોગ્‍ય વિભાગના તમામ કર્મચારીઓ ડોકટર્સ નર્સિંગ સ્‍ટાફ, પોલીસ વિભાગ, સફાઇ કર્મીઓ તેમજ ફ્રન્‍ટલાઇન વોરિયર્સ અને રાજકોટના નગરજનોને શુભેચ્‍છા પાઠવી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(4:08 pm IST)