રાજકોટ
News of Saturday, 15th January 2022

કણકોટ પાસે ફલેટમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ વેપારી અને જમીન મકાનના ધંધાર્થી સહિત છ ની ધરપકડ

ક્રાઇમ બ્રાંચના કોન્‍સ અમીતભાઇ અને ભાવેશભાઇની બાતમીઃ ૬૧ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૧પ : મવડી પાસે આવેલા અંબિકા ટાઉનશીપ સિધ્‍ધી હાઇટસમાં વેપારી સંચાલિત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ મવડી કણકોટ રોડ પર આવેલા અંબિકા ટાઉનશીપ ફલેટમાં જુગરધામ ચાલતુ હોવાની ક્રાઇમબ્રાંચના કોન્‍સ અમીતભાઇ અગ્રાવત અને કોન્‍સ ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા મવડી અંબિકા ટાઉનશીપ સિધ્‍ધી હાઇટસ એપાર્ટમેન્‍ટના ફલેટ નં.બી/૩૦૧ માં દરોડો પાડી ફલેટ માલીક વેપારી નરેન્‍દ્ર ભાણજીભાઇ માકડીયા, ફલેટ નં. ૩૦૬ ના સભ્‍ય પ્રભુદાસભાઇ માકડીયા, ફલેટ નં. ૪૦ર ના રજની રવજીભાઇ રામાણી, લાલબહાદુર સોસાયટી મેઇન રોડ પર કનુ મોહનભાઇ કણસાગરા, માયાણી ચોક પાસે પરમેશ્વર પાર્ક શેરી નં.ર ના કુરજી કરમશીભાઇ કથીરીયા કોઠારીયા રોડ મેઘાણીનગર મેઇન રોડ પરના દીનેશ સવજીભાઇ ભીમાણીને પકડી લઇ રૂ. ૬૧૭૩૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી. પકડાયેલા ફલેટ માલીક નરેન્‍દ્ર વેપાર, સંજય કેટરીંગ મેનેજર, રજની અને કુરજી જમીન મકાન લે-વેચનો વ્‍યવસાય અને દીનેશ વેપાર કરે છે. આ કામગીરી પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડા હેડ કોન્‍સ મયુરભાઇ, અમીતભાઇ, સિધ્‍ધરાજસિંહ, વિરેન્‍દ્રસિંહ નગીનભાઇ, સંજયભાઇ, પ્રદિપસિંહ, ભાવેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:37 pm IST)