રાજકોટ
News of Monday, 15th February 2021

રૂડાના ગામો શહેરમાં ભળતા ટી.પી. સ્કેચ, ઝોનીંગ સર્ટીફીકેટ, તથા પાર્ટ પ્લાનની કામગીરીનો મ્યુનિ. કોર્પોરેશનમાં ભરાવો

ટી.પી. વિભાગમાં કોમ્પ્યુટર સીસ્ટમ અને પ્રીન્ટરના અભાવે ર૦ દિવસે નકલો મળતા સેંકડો અરજદારો પરેશાન : રેવન્યુ બારના એડવોકેટ ડી.ડી. મહેતા અને રાજેન્દ્રસિંહ ઝાલાની મ્યુનિ. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા. ૧પ :  રાજકોટ શહેર માં રૂડાના ગામો ભળ્યાબાદ કોર્પોરેશનના ટી.પી. વિભાગમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની મશીનરીના અભાવે વકીલો અને અરજદારોને ટી.પી. સ્કેચ, ઝોનીંગ સર્ટીફીકેટ તથા પાર્ટ પ્લાન સહિતની નકલો ર૦ થી રપ દિવસે મળતી હોય આ અંગે રેવન્યુ બારના એડવોકેટ ડી.ડી. મહેતા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ મ્યુનિ. કમશ્નિરને લેખીત રજુઆત કરી તાકીદે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગણી કરેલ છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં રાજકોટ મ્યુનિ. કોર્પો.ની હદમાં રૂડાના માધાપર, ઘંટેશ્વર સહિતના ગામો ભળ્યાબાદ રૂડા કચેરીમાં થતી ઝોનિંગ સર્ટીફીકેટ તથા પાર્ટ પ્લાન સહિતની કામગીરી મ્યુનિ. કોર્પો.ના ફાળે આવતા કામગીરીનો ભરાવો થઇ ગયો છે. કોર્પોરેશનના ટી.પી. વિભાગમાં અગાઉ ટી.પી. સ્કેચનની કામગીરી થતી હતી પરંતુ રૂડાના ગામો શહેરમાં ભળતા ટી.પી. વિભાગમાં ટી.પી. સ્કેચ ઉપરાં ઝોનિંગ સર્ટીફીકેટ તથા પાર્ટ પ્લાનની કામગીરી આવી પડતા અને ટી.પી. વિભાગમાં જરૂરી કોમ્પ્યુટર તથા પ્રિન્ટર સહિતની મશીનરીના અભાવે કામગીરી ખોરંભાઇ ગઇ છે અને વકીલો તથા અરજદારોને ટી.પી. સ્કેચ, ઝોનિંગ સર્ટીફીકેટ તથા આર્ટ પ્લાનની નકલો ર૦ થી રપ દિવસે મળે છે.

ટી.પી. સ્કેચન, ઝોનિગ સર્ટીફીકેટ તથા પાર્ટ પ્લાનની નકલો જરૂર કોમ્પ્યુટર તથા પ્રિન્ટરના અભાવે મોડી મળતી હોય રેવન્યુ ક્ષેત્રના વકીલોને ટી.સી. રીપોર્ટ તથા દસ્તાવેજને લગતી કામગીરી અટકી પડે છે. રૂડાના ગામો શહેરમાં ભળ્યા બાદ કોર્પોરેશનના ટી.પી. વિભાગમાં સ્ટાફ વધારાયો છે પરંતુ, કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની જરૂરી મશીનરી ન હોય કામગીરી ખોરભે પડલ હોય તાકીદે કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની વધારાની જરૂરી મશીનરી ફાળવવા અંતમાં રેવન્યુ બારના એડવોકેટ ડી.ડી. મહેતા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ માંગણી કરી છે.

(4:09 pm IST)