દારૂના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર અનવર ઉર્ફે ડાડુ પકડાયો
અગાઉ દારૂના ૧૧ ગુનામાં સંડોવણીઃ ક્રાઈમ બ્રાંચે રૈયાધારના શખ્સને મઢી ચોકથી પકડયો
રાજકોટ, તા. ૧૫ :. શહેરના પ્ર.નગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પકડાયેલા દારૂના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર શખ્સને ક્રાઈમ બ્રાંચે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ યુ.બી. જોગરાણા, એએસઆઈ બી.આર. ગઢવી, સી.એમ. ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઈ મોરી, જયંતીભાઈ ગોહિલ, અભિજીતસિંહ, ઈન્દ્રજીતસિંહ, કરણભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે અનવર ઉર્ફે ડાડુ નુરમહંમદભાઈ મકવાણા (ઉ.વ.૫૫) (રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર પ્લોટ નં. ૧૭૦)ને રૈયા રોડ હનુમાન મઢી ચોકમાંથી પકડી લીધો હતો. અનવર પ્ર.નગર પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર હતો. તે અગાઉ દારૂના ગુનામાં ૧૧ વખત પકડાઈ ચૂકયો છે.