રાજકોટ
News of Thursday, 15th April 2021

શહેરમાં કોરોના ટેસ્‍ટીંગ બુથમાં કતારો-અવ્‍યવસ્‍થાઃએક કલાકમાં રેપીડ કીટ ખાલીખમ્‍મ

રાજકોટ,તા. ૧૫:કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્‍ફોટ થયો છે. આજે શહેરના વિવિધ વિસ્‍તારમાં આવેલ ટેસ્‍ટીંગ બુથ અને આરોગ્‍ય કેન્‍દ્રમાં ટેસ્‍ટીંગ માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. કેટલાક આરોગ્‍ય કેન્‍દ્રમાં એક કલાકમાં જ રેપીડ કીટ ખાલી થતા લોકો વીલા મોઢે પરત ફરી રહ્યા છે.

શહેરમાં છેલ્લા કેટલાક આઠઅદસ દિવસથી કોરોના સંક્રમણની સ્‍થિતી અત્‍યંત ગંભીર બનતી જાય છે. એટલી ઝડપથી સંક્રમણી વધવા લાગ્‍યું છે કે, હવે તંત્ર પહોંચી શકતુ નથી. કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેરનાં વિવિધ વિસ્‍તારમાં ટેસ્‍ટીંગ બુથ શરૂ કરવામાં આવ્‍યા છે. આ ટેસ્‍ટીંગ બુથ પર સવારથી ભારે ભીડ જોવા મળી રહ્‍ી છે. પરંતુ આ ટેસ્‍ટીંગ બુથ પર ઝડપથી ટેસ્‍ટીંગ કરવા સ્‍ટાફ વધારવા અને સ્‍થળ પર બોર્ડ દર્શાવવા સહીતની સુવીધા ઉપલબ્‍ધ કરવા લોકો માંગ કરી રહ્યા છે.

આ ઉપરાંત શહેરનાં વિવિધ વિસ્‍તારમાં આવેલ આરોગ્‍ય કેન્‍દ્રમાં લોકો કોરોનાનો રિપોર્ટ કરી શકે તે માટે એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવી રહ્યા છે. સતાવાર સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ મોટાભાગનાં કેન્‍દ્રમાં સવારનાં એક કલાકમાં જ૨૦૦ જેટલી  રેપીડ કીટ પુરી થવા પામે છે. બાકીનાં લોકો વિલા મોઢે પરત ફરી રહ્યા છે.

આ બાબતે તંત્ર તાકીદે પગલા લે તે માટે લોકો માંગ કરી રહ્યા છે.

(3:45 pm IST)