રાજકોટ
News of Thursday, 15th April 2021

સમરસ હોસ્ટેલ કોવીડ સેન્ટર ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની સુવિધા સાથે ૫૧૬ બેડ: ૪૮૭ દર્દીઓ સારવાર હેઠળ : ૨૯ બેડ ઉપલબ્ધ

કોવીડ કેર સેન્ટર ખાતે ૧૪૨ દર્દીઓ સારવાર હેઠળ - ૩૫૮ બેડ ઉપલબ્ધ : ૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ

રાજકોટ : હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે ૫૧૬ બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર અને ૫૦૦ બેડનું કોવીડ કેર સેન્ટર સમરસ સેન્ટર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ પૂર્ણ કક્ષાએ કાર્યરત છે.
તારીખ ૧૫ એપ્રિલના બપોરે  ૦૪.૦૦ કલાકની પરિસ્થિતિએ ૪૮૭ દર્દીઓ સારવાર હેઠળ છે. હાલની પરિસ્થિતિએ ૨૯ બેડ ઉપલબ્ધ હોવાનુ ડો. મેહુલ પરમારે જણાવ્યુ છે.
જ્યારે સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે સવારે ૮:૦૦ કલાકની સ્થિતિએ કુલ ૫૦૦ બેડ પૈકી ૧૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જયારે ૩૫૮ બેડ ઉપલબ્ધ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ, ૧૨ દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ ૩ દર્દીઓને પરત ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા હોવાનું ડો. જયદીપ જણાવે છે.
હાલ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે ડો. જયદીપ ભૂંડિયાની અધ્યક્ષતામાં ૧૫૦ થી વધુનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

(7:46 pm IST)