રાજકોટ
News of Saturday, 15th May 2021

કોરોનાને હરાવ્યા પછી પણ હિમ્મત હારી ગયેલા ૩૦ વર્ષના અરવિંદે જિંદગી ટૂંકાવી

આજીડેમ ચોકડી પાસેની રાધેક્રિષ્ના સોસાયટીનો યુવાન સતત તણાવમાં રહેતો હતોઃ ઝેર પી મોત મેળવી લેતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૫: આજીડેમ ચોકડી નજીક કિસાન ગોૈશાળા પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતાં ૩૦ વર્ષના યુવાન અરવિંદભાઇ બાવકુભાઇ બાવળીયાએ કોરોનામાંથી મુકત થયા પછી પણ સતત તણાવ અનુભવાતો હોઇ તેના કારણે કંટાળી જઇ ઝેર પી જિદગી ટૂંકાવી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

અરવિંદભાઇએ ગઇકાલે ઝેરી ટીકડી ખાઇ લેતાં ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એમ. બી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અરવિંદભાઇને થોડા દિવસો પહેલા કોરોના લાગુ પડ્યો હતો. જો કે સારવાર બાદ તેણે કોરોનાને હરાવી દીધો હતો. પરંતુ એ પછી પણ તે સતત ટેન્શમાં રહેતો હતો. આ કારણે ડરતો હતો અને તેથી જ આ પગલુ ભરી લીધું હતુ઼ઉ અરવિંદભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ તથા અપરિણિત હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(12:58 pm IST)