રાજકોટ
News of Saturday, 15th May 2021

પીવીસી પાઇપની ખરીદી કરી આપેલ ચેક રિટર્ન થતા તાલાળાના વેપારી સામે ફરિયાદ

રાજકોટ તા.૧પ : અત્રે પીવીસી પાઇપના પેમેન્ટ પેટે આપેલ ચેક રિટર્ન થવા અંગે તાલાળાના વેપારી સામે ફરિયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, લોધીકા તાલુકાના ખાંભા ગામ પાસે આવેલ શુભ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં શ્રી તુષારભાઇ રજનીકાંતભાઇ રાંક 'એમ્બીશન પાઇપ્સ'ના નામથી પાર્ટનર દરજજે પીવીસી પાઇપનું મેન્યુફેકચર કરે છે. તેમની કંપનીમાંથી પીવીસી પાઇપનો માલ લેવા માટે વેપારી દરજજે  ધંધો કરતા પાટીદાર ટ્રેડર્સ નામ પ્રોપરાઇટર વિશાલ જમનભાઇ પાદરીયા રહેઃ પટેલ શેરી, પટેલ ચોરા પાસે, તાલાળા, જી. ગીર સોમનાથ વાળાએ રૂબરૂ આવીને માલનો ઓર્ડર આપેલો તે ઓર્ડર મુજબ 'એમ્બીશન પાઇપ્સ'ની પેઢીએ પાકા બિલથી રૂ.૪,૦૮,૩ર૭ અંકે રૂપિયા ચાર લાખ આઠ હજાર ત્રણસો સત્યાવીસ પુરા. નો પી.વી.સી. પાઇપનો માલ મોકલાવેલ અને તે માલની રકમ ચુકવવા તેમણે 'પાટીદાર ટ્રેડર્સ'ના ખાતા વાળી એકસીસ બેંક લી., તાલાળા બ્રાંચનો ઉપરોકત રકમનો ચેક આપેલો હતો. જે ચેક ફરિયાદીએ તેમની પેઢી 'એમ્બીશન પાઇપ્સ'ના ખાતા વાળી યશ બેંક લી. ૧પ૦ ફૂટ રીંગ રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહુ ચેક બિન ચુકતે પરત ફરેલ હતો.

આમ ફરીયાદી કંપનીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલ નહી. તેથી આ કામના ફરીયાદી કંપનીએ તેમના વકીલ શ્રી  અતુલ  સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના આરોપી અને 'પાટીદાર ટ્રેડર્સ'ના પ્રોપરાઇટર વિશાલ જમનભાઇ પાદરીયા સામે રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.

(3:08 pm IST)