પીડીયુ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કાળા કપડા પહેરી સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો
યુનાઇટેડ નર્સિસ ફોરમ (યુએનએફ) દ્વારા સરકારની નીતિ સામે વિરોધ દર્શાવવા કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. તે અંતર્ગત પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે મેટ્રન ઓફિસ બહાર નર્સિંગ સ્ટાફે એકઠા થઇ સમુહ પ્રાર્થના યોજી હતી. આજે નર્સિંગ સ્ટાફે કાળા કપડા પહેરીને વિરોધ દર્શાવ્યો હતો. સમાન કામ સમાન વેતન, ઉચ્ચતરનો લાભ ૧૨ અને ૨૪ના બદલે ૧૦,૨૦,૩૦ ક્રમશઃ આપે, આઉટ સોર્સિંગ પ્રથા બંધ, ૪૨૦૦ ગ્રેડ પે, નર્સિંગ સ્ટુડન્ટના સ્ટાઇપેન્ડમાં વધારો કરો, નર્સિંગ સ્કૂલ અને કોલેજોમાં સ્ટાફની તાકીદે ભરતી કરો, બદલી બઢતીની કાર્યવાહી ઝડપી બનાવો, ફિક્રસ પગાર પ્રથા બંધ કરો એ સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે આંદોલન ચલાવાઇ રહ્યું છે. કાળા કપડા પહેરી બેનર્સ સાથે વિરોધ કરતો નર્સિંગ સ્ટાફ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)