રાજકોટ
News of Saturday, 15th May 2021

રાજકોટની ખાનગી કોવિડ હોસ્પીટલોને ઓકસીજન બાટલા પુરા પાડવા માટે તાકીદે સીલીન્ડર બેંકની વ્યવસ્થા ઉભી કરતા કલેકટર

કુલ ત્રણ સ્થળો ૧૦૦ સીલીન્ડરઃ બાટલા માટે ૪ કલાક પહેલા કલેકટર કચેરીનાં હેલ્પ લાઇન નંબરમાં જાણ કરવાની રહેશે

રાજકોટ તા. ૧પ :.. શહેરની ખાનગી કોવિડ હોસ્પીટલોને ઓકસીજન બાટલા પૂરા પાડવા માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહને તાકીદે ત્રણ સ્થળોએ ઓકસીજન સીલીન્ડર બેંક શરૂ કરાવી છે.

રાજકોટ શહેરની કોવીડ હોસ્પિટલો માટે આકસ્મિક અને અતિ આવશ્યક સંજોગોમાં તાત્કાલીક ઓકસીજનની જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં તે હોસ્પિટલને ઓકસીજન સીલીન્ડર પુરા પાડવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ઓકસીજન સીલીન્ડર બેંકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં સીવીલ હોસ્પિટલ, ગોંડલ રોડ તથા ઇન્દીરા સર્કલ, યુનિવર્સિટી રોડ, આમ ત્રણ સ્થળે કુલ ૧૦૦ સીલીન્ડર રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ સીલીન્ડરો માંથી માત્ર ને માત્ર કોવીડ હોસ્પિટલોને જ અતિ આવશ્યક તથા ઇમરજન્સીના સંજોગોમાં સીલીન્ડર પુરા પાડવામાં આવશે. આ માટે સંબંધિત હોસ્પીટલે કલેકટર કચેરીના હેલ્પલાઇન નં. (૧) ૯૪૯૯૮ ૦૪૦૩૮, (ર) ૯૪૯૯૮ ૦૬૪૮૬, (૩) ૯૪૯૯૮ ૦૧૩૩૮, (૪) ૯૪૯૯૮ ૦૬૮ર૮, (પ)  ૯૪૯૯૮ ૦૧૩૮૩ પર સંપર્ક કરવાનો રહેશે. હોસ્પિટલોએ તેમની તાત્કાલીક જરૂરીયાત માટે કલેકટર કચેરીનાં હેલ્પલાઇન પર ઓછામાં ઓછા ૪ કલાક પહેલા જાણ કરવાની રહેશે. હોસ્પિટલને કલેકટર કચેરી કંટ્રોલ રૂમ તરફથી નજીકના સ્થળેથી સીલીન્ડર મેળવવા જણાવેથી હોસ્પિટલોએ પોતાના વાહન સાથે અધિકૃત પ્રતિનિધી મોકલી સીલીન્ડર મેળવી લેવાના રહેશે.

કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યા બાદ જરૂર જણાયે અતિ આવશ્યક સંજોગોમાં અત્રેની કચેરીના અધિકારીશ્રી, વી. બી. બસીયા, મો. ૯૮૭૯૪ ૯ર૦ર૬ અથવા શ્રી ડી. બી. મોણપરા, મો. ૯૪ર૯૩ પ૯પર૩ નો સંપર્ક કરવાનો રહેશે.

ઓકસીજન સીલીન્ડર  બેંકના સ્થળો

(૧) સીવીલ હોસ્પિટલ, રાજકોટ, કોવિડ ઓકસીજન પ્લાન્ટ, ન્યુ કોવિડ બિલ્ડીંગ સંપર્ક ૯૩૧૩૮ ૦૪૯૩૧ (ર) શુભમ કોમ્પલેક્ષ, રોયલ પાર્ક, ૬/૭ યુનિવર્સિટી રોડ, રાજકોટ સંપર્ક ૯રર૭૮ ૯૭૬૩પ (૩) ત્રિશુલ એર પ્રોડકટ જીમ્મી ટાવર, ઓફીસ નંબર-૭૩, ગોંડલ રોડ, રાજકોટ સંપર્ક ૭ર૧૧૧ ૦૦૧પ૧

(4:17 pm IST)