રાજકોટ
News of Saturday, 14th May 2022

કાલાવડ રોડ પર ઉમા બોટલીંગના કારખાનામાંથી વિદેશી દારૂ જથ્થા સાથે અભય કનેરીયા ઝડપાયો

રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશન ટીમ. દ્વારા ઝડપી લેવાયો

રાજકોટ:  શહેરના કાલાવાડ રોડ બાપાસીતારામ સોસાયટી ઉમા બોટલીંગના કારખાનામાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ઝડપી લેવાયો છે

 રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર સુધીરકુમાર દેસાઇ(ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરા(પશ્ચિમ વિભાગ) નાઓએ દારૂ જુગારની ગે.કા. પ્રવૃતિ અંકુશમાં લેવા સુચના કરેલ હોય જેથી ઇ.પોલીસ ઈન્સ્પેકટર જી.એમ.હડીયાના માર્ગદર્શન મુજબ મુજબ પો.સબ.ઇન્સ. બી.જી.ડાંગર તથા ડી સ્ટાકના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

  દરમ્યાન પો.કોન્સ. ગોપાલસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ વાધેલા નાઓને ખાનગીરાહે મળેલ હકિકત કે, કાલાવાડ રોડ બાપાસીતારામ સોસાયટી ધર્મભકિત હાર્ડવેર વાળી શેરીમાં આવેલ ઉમા બોટલીંગના કારખાનામાં અભય કનેરીયા નાઓએ ભારતીય બનાવટના વિદેશીદારૂ નો જથ્થો ઉતારેલ છે. તેવી ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે નીચે જણાવેલ ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

 . આરોપી – અભયભાઇ જમનાદાસ કનેરીયા પટેલ (ઉ.વ.૪૦)  ધંધો વેપાર(  રહે, મોટામવાની પાછળ સફલ ગોલ્ડ રેસીડેન્સી ફલેટ નં.સી-૨૦૩ કાલાવાડ રોડ રાજકોટ) . હરપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા( રહે, વિષ્ણુવિહાર સોસાયટી રાજકોટ)  (પકડાવાનો બાકી) છે

આરોપી પાસેથી કબ્જે કરેલ મદામાલ વિગત નંગ કર ૪ ૨૪ અન ૧ 3 – રોયલ સ્ટગ રીર્ઝવ વ્હીસ્કી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. કાચની બોટલો ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીર્ઝવ વ્હીસ્કી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. કાચની બોટલો ૯૬૦૦/ મેજીક મોમેન્ટસ ગ્રેઇન વોડકા બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. કાચની બોટલો ૯,૬૦૦/ ૧૨૦ કિંમત ૨૧,૬૦૦/ ૪૦,૮૦૦/ ગુન્હાહીત ઇતિહાસ – આરોપી કુલ અભયભાઇ જમનાદાસ કનેરીયા (૧) મહિલા પો.સ્ટે. સે.ગુ.નં. ૪૯/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૪૯૮(એ),૧૧૪ મુજબ. (૨) ગાંધીગ્રામ પો.સ્ટે. ગુ.ર.નં. ૫૫૭/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૧૮૮ મુજબ આરોપી હરપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા (૧) કાલાવાડ રૂરલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૫૭/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૮૫ મુજબ (૨) ગાંધીગ્રામ-૨ (યુની.) પો.સ્ટે. ગુ.ર.ન. ૧૮૬૪/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫એએ, ૧૧૬બી મુજબ. (૩) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧મુજબ કાર્યવાહી કરેલ છે

 આ કામગીરીમાં અધિકારી/કર્મચારીઓ ઇ.પોલીસ ઇન્સ્પેકટર જી.એમ.હડીયા, પો.સબ. ઇન્સ. બી.જી.ડાંગર, પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, યુવરાજસિંહ આર.ઝાલા, ભગીરથસિંહ ખેર તથા પો.કોન્સ બલભદ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ વાધેલા, બ્રિજરાજસિંહ ગોહિલ ગાંધીગ્રામ-૨ (યુની.) પો.સ્ટે. રાજકોટ શહેર જોડાયા હતા

 

(1:10 am IST)