રાજકોટ
News of Tuesday, 15th June 2021

આજી-૨ ડેમની નીચેના કેનાલમાં ખેડૂતોને પાણી ન મળતા નવતર વિરોધ

અધિકારીઓના મેનેજમેન્ટના અભાવે ખેડૂતોના વાવેતરને નુકશાનઃ વારંવાર રજુઆતો છતાં કોઇ નકકર પરિણામ આવતુ નથીઃ ખેડૂતોનો આક્રોશ

રાજકોટઃ ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી-૨ ડેમ ની નીચે આવેલા ગામના ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોઍ આજે વિરોધ દર્શાવ્યો હતો, ખેડુતોઍ જણાવેલ કે બાઘી, નારણકા, ડુંગરકા, અડબાલકા, ડુંગરકા,ઉકરડા અને મોવીયાઆવા ઘણા બધા ગામોની અંદર આજી ડેમનું પાણી કેનાલ મારફત ખેડૂતોના ખેતરમાં જાય છે. દર વર્ષે જૂન મહિનાની પહેલી તારીખની આજુબાજુ પાણી ખેડૂતોને મળતું હોય છે. આ વર્ષે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી ખેડૂતોને પાણી મળેલ નથી.

 છેલ્લા ઘણા દિવસ થયા ખેડૂતો પાણીની રાહ કેનાલ ઉપર જોતા હોય છે. પરંતુ અધિકારીઓના મેનેજમેન્ટના આભાવ ના હિસાબે ખેડૂતોના નુકસાન થઈ રહ્નાં છે. ઘણા બધા ખેડૂતોઍ ખેતર ની અંદર વાવેતર કરી દીધેલ છે. તો સમયસર ખેડૂતોને પાણી ન મળે તો ખેડૂતોનો પાક ખરાબ થાય ઍમ છે. બિયારણ ફેલ થાય ઍમ છે. તેને હિસાબે ખેડૂતોનું આખું વર્ષ ફેલ થઇ જાય તેમ છે.

આજી ડેમની અંદર રાજકોટનું આખાનું પાણી તેની અંદર આવે છે. આ ડેમ રાજકોટના વેસ્ટેજ પાણીથી ભરેલું હોવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં પાણી  છોડવામાં આવતુ ન હોવાનું ખેડૂતોઍ જણાવ્યુ હતુ.

ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખિયા, પડધરી તાલુકાના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, આજુબાજુના ગામના સરપંચો અને પાણી મંડળીઓના પ્રમુખો તેમજ ખેડૂતોઍ વિરોધ પ્રદર્શન કરેલ તે વેળાની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:03 pm IST)