News of Wednesday, 15th June 2022
વિશાખાપટ્ટનમથી રાજકોટ આવતી વખતે ફલાઈટમાં યુવા ખેલાડીઓએ ફોટા પાડયા : સોશ્યલ મીડિયામાં શેર કર્યા
રાજકોટ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૭મી જૂને રાજકોટના ખંઢેરીના મેદાનમાં ટી-૨૦ મુકાબલો રમાનાર છે ત્યારે આજે બપોરે ફલાઈટમાં ખેલાડીઓએ ફોટા પાડયા હતા અને આ ફોટા સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતા. તસ્વીરમાં હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર, ઈશાંત કિશન, રવિ બિશ્નોઈ અને અર્ષદીપસિંહ નજરે પડે છે. સીરીઝમાં પાછળ રહેલી ટીમ ઈન્ડિયાએ ગઈકાલે મેચ જીત્યો હતો. આ જીતની ખેલાડીઓએ ઉજવણી કરી હતી.
(3:32 pm IST)