રાજકોટની પિસ્તોલશૂટરની રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સિધ્ધિ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૫ : રાજકોટની શૂટર લીંબડ ટિશા હરેશભાઈએ રાજકોટ તથા રાજયનું નામ પિસ્તોલશૂટિંગ ક્ષેત્રે રાષ્ટ્રીયકક્ષાએ મેડલ હાંસલᅠ કરી રોશન કર્યું છે.
રાજ શક્તિ ક્લબના પ્રમુખ શકિતસિંહ જાડેજા તથા કોચ પિયુષ વરસાણીના માર્ગદર્શન હેઠળ શૂટિંગ કેરિયર ની શરૂઆત કરી ટીશા લીંબડે એડવાન્સ ટ્રેનિંગ રોનક પંડિત પાસેથી લઈને વિવિધ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ઘણા મેડલો પ્રાપ્ત કર્યા છે.
તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ૨૫ મીટર પિસ્તોલ કેટેગરીમાં રીનાઉન શૂટરની ખ્યાતિ હાંસલ કરી તથા રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ૨૫ મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલᅠ તથા સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા યોજાયેલ ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તથા રાજય સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવીને અનેરી સિદ્ધિ હાંસલ કરેલ છે. હાલ ગુજરાત સ્પોર્ટ ઓથોરીટી દ્વારા યોજાયેલ સમર કેમ્પમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન ખાતે તાલીમ લઇને સુરેન્દ્રસિંહ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ભોપાલ ખાતે ભાગ લેવા જઈ રહી છે. આ અનેરી સિદ્ધિ મેળવવા બદલ લીંબડ ટીશાને શુભેચ્છાઓ વરસી રહી છે.