રાજકોટ
News of Wednesday, 15th June 2022

કુંવરજીભાઈ બાવળીયા અને દેવજીભાઈ ફતેપરાએ હાથ મિલાવ્યા

રાજકોટ: આગામી ગુજરાત  વિધાનસભાની ચૂંટણી પહેલાં પૂર્વ કેબિનેટ મંત્રી અને કોળી સમાજના રાષ્ટ્રીય અગ્રણી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાજપના પૂર્વ સાંસદ શ્રી  દેવજીભાઈ ફતેપરાએ હાથ મિલાવ્યાનું જાણવા મળે છે. રાજકોટની એક હોટલમાં કોળી સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક કરી હોવાનું બહાર આવ્યું છે. જસદણની બેઠક પર કોળી સમાજને જ ટિકિટ આપવાની  માંગણી માટે આ મહત્વની બેઠક મળી હતી. આ અંગે ભારે ચર્ચા જાગી છે.

(6:07 pm IST)